Breaking : સુરતની એક શાળાના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત : સપ્તાહ માટે શાળા બંધ કરાઈ

Breaking : સુરતની એક શાળાના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત : સપ્તાહ માટે શાળા બંધ કરાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6થી 8ના વર્ગોને શરૂ કરવાની મંજુરી અપાય તે પહેલા સુરતમાં કતારગામ ખાતે આવેલી ગજેરા સ્કૂલ માં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને મનમાની કરી બોલાવવામાં આવ્યા હતા. જે મામલો મીડિયામાં ચર્ચા થતા સરકારે માત્ર દેખાવ ખાતર કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હજુ સુધી કોઈ કડક પગલાં ભરાયા હોય એવું જાણવા મળ્યું નથી. આમ પણ સરકાર હંમેશા ખાનગી શાળા સંચાલકોના ઘૂંટણીએ પડી જતી હોય છે તે જગજાહેર છે.

ત્યારે છેલ્લા એક સપ્તાહથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૬થી ૮ ના વર્ગો શરૂ કરવાની પરવાનગી અપાઇ છે. ધોરણ 9 થી 11ના વર્ગો પણ શરુ થઇ ગયા છે. આ વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સનગ્રેસ સ્કૂલના ધોરણ 9નાં બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત  થતા ભારે ફફડાટ ફેલાયો છે. બંને સંક્રમિત વિધાર્થીઓને ક્વોરન્ટાઇન કર્યા છે.સનગ્રેસ સ્કૂલનું વહીવટી તંત્ર બેબાકળુ બની ગયું છે.અને વિધાર્થીઓના વાલીઓમાં મોટો ગભરાટ ફેલાયો છે.સુરત મહાનગર પાલિકાને બે વિધાર્થીઓ સંક્રમિત થયાના સમાચાર મળતા જ શાળાને એક સપ્તાહ બંધ કરી દેવાના આદેશ આપી દીધા છે.