સુરત : ભાજપના નેતાના પુત્રની મર્સીડીઝ કાર માંથી દારૂ ઝડપાયો, જાણો શુ છે સમગ્ર મામલો

સુરત : ભાજપના નેતાના પુત્રની મર્સીડીઝ કાર માંથી દારૂ ઝડપાયો, જાણો શુ છે સમગ્ર મામલો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  ગુજરાતની રૂપાણી સરકાર એકબાજુ દારૂબંધી ના નામે જશ ખાટી રહી છે, તો બીજી બાજુ ગુજરાતમાં દારૂની રેલમછેલ થઇ રહી છે. એટલું જ નહીં ભાજપના કેટલાક નેતાઓના સંબંધીઓ પણ દારૂની હેરાફેરી કરતા અથવા તો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હોવાના અનેક કિસ્સા અવારનવાર સમાચાર માધ્યમો પ્રસારિત થયા કરે છે. ત્યારે સુરત માંથી વધુ એક ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની લક્ઝુરિયસ મરસીડીઝ ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પાલનપુર કેનાલ રોડ થી રોયલ ટાઇટેનિયમ બિલ્ડીંગ નીચે નંબર પ્લેટ પર ભારતીય જનતા પાર્ટી લખેલ અડાજણના પૂર્વ કોર્પોરેટર અનિલ સોનાલીયાના પુત્ર ચિરાગની મર્સિડીઝ કાર નંબર જીજે-5 જેડી 7074 માંથી પોલીસને બાતમીને આધારે તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ 48 કિંમત રૂપિયા 28,800 નો દારૂ મળી આવ્યો છે.જો કે ચિરાગ પાસેથી બુટલેગર મિત્ર રાકેશ ચૌહાણ કામના બહાને તેની મરસીડીઝ કાર લઈ ગયો હતો.પોલીસે પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે દારૂનો જથ્થો પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે બોબડા નામના બુટલેગરે આપ્યો હતો.