2024 લોકસભા ચૂંટણી: પ્રથમ સર્વેમાં ભાજપને આંચકો: 400 બેઠકોના લક્ષ્‍‍યાંકથી દૂર રહી જશે

2024 લોકસભા ચૂંટણી: પ્રથમ સર્વેમાં ભાજપને આંચકો: 400 બેઠકોના લક્ષ્‍‍યાંકથી દૂર રહી જશે

દેશમાં 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ થઇ ગઇ છે તે સમયે વધુ એક ઓપીનીયન પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમબેક કરશે તે નિશ્ર્ચિત છે. પરંતુ ભાજપને 400 બેઠકોનો જે લક્ષ્‍યાંક છે 

 એનડીએને 42 ટકા મતો મળી શકે છે જ્યારે વિપક્ષી ગઠબંધનને 38 ટકા મતો અને અન્યના ખાતામાં 20 ટકા મતો જઇ શકે છે. આ સર્વેમાં ઉત્તરભારત કે જે ભાજપનો ગઢ ગણાય છે તેમાં એનડીએના ખાતામાં 180માંથી 150 થી 160 બેઠકો મળી શકે છે. જ્યારે વિપક્ષને 20 થી 30 બેઠકો મળશે. લોકસભા ચૂંટણીના સંદર્ભમાં આ સર્વેમાં જણાવાયું છે કે પશ્ર્ચિમ ભારતમાં 78 બેઠકમાંથી ભાજપ નેતૃત્વના મોરચાને 45 થી 55 બેઠકો અને વિપક્ષ ગઠબંધનને 25 થી 35 બેઠકોનો અંદાજ છે. પૂર્વ ભારતમાં 153માંથી એનડીએના ખાતામાં 80 થી 90 બેઠકો આવી શકે છે. જ્યારે વિપક્ષી ગઠબંધનને 50 થી 60 બેઠકોનો અંદાજ છે.