વાયબ્રન્ટ સમિટમાં મહેમાનો માણશે ગુજરાતી સ્વાદનો ચટાકો, દાલ અવધી, નાચોસ બાર સહિત આ વાનગીઓ પીરસાશે

વાયબ્રન્ટ સમિટમાં મહેમાનો માણશે ગુજરાતી સ્વાદનો ચટાકો, દાલ અવધી, નાચોસ બાર સહિત આ વાનગીઓ પીરસાશે

Mnf network: વાયબ્રન્ટ સમિટને લઈ હવે તૈયારીઓ આખરી ઓપમાં છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી સહિત મહાનુભાવોને ગુજરાતી અને ભારતીય વાનગીઓ પીરસવામાં આવશે. તમામ મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજન અને સાથે જ મિલેટ્સની વાનગીઓ પીરસવામાં આવશે.

UAEના રાષ્ટ્રપતિને પણ ડિનરમાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. વેલકમ ડ્રિન્કસ સાથે મહેમાનોને આવકારવામાં આવશે. તો ભોજનમાં ગુજરાતી વાનગીઓ જેમકે, ખમણ, ખાંડવી, રાજભોગ શ્રીખંડ તો મસાલેદાર વાનગીઓમાં ઘુઘરા, નાચોસ વગેરે પીરસવામાં આવશે.

 વેલકમ ડ્રિન્ક્સ

ચમેલિયા બ્લોસમ

ઈન્ટર્નલ સનરાઈઝ

ફ્રેશ જ્યુસ

સફરજન, ગાજર અને બીટ

ફૂદીનો અને તરબૂચ

હોમમેડ કૂકીઝ

રેડ વેલવેટ

રાગી અને ફીગ કૂકીઝ

ગાજર અને તજનો કેક

પ્રાદેશિક વાનગીઓ

વાટી દાળના ખમણ

ખાંડવી

રાજભોગ શ્રીખંડ

મસાલેદાર વાનગી

નાચોસ બાર

ઘુઘરા

બપોરના ભોજનમાં શું પીરસાશે ?

વેલકમ ડ્રિન્ક્સ

નીલ અડાલજ

સલાડ

રોસ્ટેડ કાજુ

બ્રોક્લિનટ

સ્વિટકોર્ન ચાર્ટ

મેઈન પ્લેટ

ત્રીપોલી મિર્ચ આલુ લબાબદાર

દાલ અવધી

સબ્સ દમ બીરયાની

બાસમતી રાઈસ

બ્રેડ

આલુ મિર્ચ કા કુલ્ચા

હોમ સ્ટાઈલ ફુલકા

ફિન્ગર મિલેટ પરાઠા

મીઠાઈ

ફોક્સટેલ મેન્ગો લીચી

ચીકુ-પિસ્તાનો હલવો

સિઝનલ ફ્રુટ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો .

વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ગિફ્ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-૨ સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી 'મૂન લાઈટ' અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે.