કોરોના કેસ વધતા આ જિલ્લામાં 31 માર્ચ સુધી સ્કુલ, કોલેજ અને કોચિંગ કલાસ બંધ રાખવાનો કલેકટરે કર્યો આદેશ, જાણો વધુ

કોરોના કેસ વધતા આ જિલ્લામાં 31 માર્ચ સુધી સ્કુલ, કોલેજ અને કોચિંગ કલાસ બંધ રાખવાનો કલેકટરે કર્યો આદેશ, જાણો વધુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા કોરોના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. રાજ્યના અમરાવતી નગર નિગમ અને અચલપુર મ્યુનિસિપલ પરિષદની હદમાં કર્ફ્યૂ 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગ્યાથી માર્ચ 1 સવારે 6 વાગ્યા સુધી લગાવવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ફક્ત આવશ્યક સામાનની જ દુકાનો સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપી છે.

તો વળી, કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને જાલના જિલ્લા કલેક્ટરે જિલ્લાની સ્કૂલ, કૉલેજ, કોચિંગ ક્લાસિસ અને સાપ્તાહિક બજારોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ જાલના એસપી વી. દેશમુખે તમામ શાકભાજી, ફળ, અખબાર વિક્રેતાઓને રેપિડ એન્જિન ટેસ્ટ સમયસર કરવાનો આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના સંક્રમણના 7000 નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી, જેના બાદથી પ્રશાસન એલર્ટ થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે કડક પગલા લીધા છે અને સોમવારથી રાજ્યમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક પ્રવૃતિઓ પર રોક લગાવી દીધી છે. અમરાવતીમાં એક અઠવાડિયાનું લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે પૂણેની તમામ શાળાઓ, કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોરોના રોગચાળાને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ ઝડપથી કરવાનો આદેશ આપ્યો છે.