યુવકનો ધારાસભ્ય સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ : સાહેબ ઓક્સિજનની બે બોટલ કરી આપો, બદલામાં અમારી જમીન આપી દઈશ-જવાબ જાણી દંગ રહી જશો

યુવકનો ધારાસભ્ય સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ : સાહેબ ઓક્સિજનની બે બોટલ કરી આપો, બદલામાં અમારી જમીન આપી દઈશ-જવાબ જાણી દંગ રહી જશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, પાલનપુર :  કોરોના ની આ કપરી પરીસ્થિતિમાં લોકો ઓક્સિજન માટે આમતેમ ફાંફા મારી રહયા છે.ઓક્સિજનની અછતે લોકોને કેટલા લાચાર બનાવી દીધા છે તેની પ્રતીતિ કરાવતો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ ધારાસભ્ય પાસે ઓક્સિજન અને રેગ્યુલેટર માટે આજીજી કરતો હોવાનું સંભળાય છે.

મીડિયા અહેવાલ મુજબ, વાયરલ ઓડિયો પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારનો હોવાનું માલુમ પડ્યું છે જેમાં એક યુવક ધારાસભ્ય સામે આજીજી કરતાં કહે છે કે સાહેબ ગમે તેમ કરીને મને બે ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર ની વ્યવસ્થા કરી આપો. જોકે વાયરલ ઓડિયો માં ઓક્સિજન સિલિન્ડર માટે આજીજી કરનાર પ્રકાશ ચૌધરી નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. જે પાલનપુરના ધારાસભ્ય ને આજીજી કરતા કહે છે કે સાહેબ અમે પચાસ હજાર રૂપિયા ખર્ચીને ઓક્સિજન સિલિન્ડર તો લાવ્યા છીએ પરંતુ તેમાં રેગ્યુલેટર મળતુ નથી. તો યાતો રેગ્યુલેટર ની વ્યવસ્થા કરી આપો અથવા બે ઓક્સિજનનો બોટલ ની વ્યવસ્થા કરી આપો હું મારી બધી જમીન તમારા નામે કરી દઈશ.

કહેવાય છે કે ડૂબતો વ્યક્તિ તણખલાનો પણ સહારો લે. ફોન કરનારા પ્રકાશ ચૌધરી પાસે કોઈ વિકલ્પ ન બચતાં છેવટે ધારાસભ્ય સામે આટલી બધી આજીજી કરીને એક જિંદગી માટે ભીખ માગી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય જણાવે છે કે હવે મારા હાથમાં કશું જ રહ્યું નથી. સરકારે બધું કલેકટર હસ્તક કરી નાખ્યું છે. જે સાંભળી નિરાશ થઈ ગયેલો યુવક ફોન કટ કરી દે છે. આમ આ વાયરલ ઓડિયો એ વાતની પ્રતીતિ કરાવે છે કે લોકો જિંદગી માટે ઓક્સિજન ના અભાવે કેટલા બેબસ અને લાચાર બની ગયા છે. સરકાર ક્યાંકને ક્યાંક આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાનું પણ આ ઓડિયો પ્રતીતિ કરાવે છે.