ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીની જાહેરાત

Mnf network:  સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જી હાં ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

તો બીજી તરફ પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છે. 500 રૂપિયા ફી દરેક ઉમેદવાર ભરવાની રહેશે. મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફિ પરત આપશે. આવતીકાલે ફિ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.