ઊંઝા તાલુકાના ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે ડો.આશાબેન પટેલના વરદ હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થશે

ઊંઝા તાલુકાના ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે  ડો.આશાબેન પટેલના વરદ હસ્તે  કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  17 જાન્યુઆરી ને રવિવારે સવારે 10 : 30 કલાકે ઊંઝા માર્કેટ યાર્ડના એપીએમસી હોલ માં ઊંઝાના શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલ ના વરદ હસ્તે ઊંઝાના ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે આ પ્રસંગે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ તેમજ રાજ્ય સભાના સભ્ય જુગલજી ઠાકોર ઉપસ્થિત રહેશે.

 અત્રે નોંધનીય છે કે , ખેડૂતોને દિવસ દરમ્યાન થ્રી ફેઝ વીજળી મળી રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનો ઈ-શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મહેસાણા અને પાલનપુર સર્કલના તાબા હેઠળના કુલ 516 જેટલા ગામોને પ્રાથમિક તબક્કે આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.આગામી ત્રણ વર્ષમાં કુલ 57 જેટલા સબ સ્ટેશનો અને 310 જેટલા ફીડરો પરથી પાટણ જિલ્લાના તમામ તાલુકાના બધા ગામોને વીજ પૂરવઠો પૂરો પાડશે.જેનાથી મહેસાણા અને પાલનપુર સર્કલના 16,350 કરતાં વધુ ખેડૂતોને લાભ મળશે.