ઊંઝા તાલુકા પંચાયતને 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય' એવોર્ડ પ્રાપ્ત કરાવનાર ડો.રાજેશ પટેલને પુનઃ TDO નો ચાર્જ સોપાયો

અઢી માસ બાદ પુનઃ ડોક્ટર રાજેશ પટેલને ઊંઝા તાલુકા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સોંપાયો

ઊંઝા તાલુકા પંચાયતને 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય' એવોર્ડ પ્રાપ્ત કરાવનાર ડો.રાજેશ પટેલને પુનઃ TDO નો ચાર્જ સોપાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ઊંઝા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે તરીકે કર્મશીલ અને કર્તવ્યનિષ્ઠ એવા ડો. રાજેશભાઈ પટેલે પુનઃ તાલુકા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા ઊંઝા તાલુકાના સરપંચો, કર્મચારીઓ અને અરજદારોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

ઊંઝા તાલુકા વિકાસ અધિકારી તરીકે ડોક્ટર રાજેશભાઈ પટેલ ના માર્ગદર્શનમાં ઊંઝા તાલુકાના 35 ગામડાઓમાં વિકાસ કાર્યો વાયુવેગે આગળ વધ્યા હતા. એટલું જ નહીં અરજદારોના કામો નો ઝડપથી નિકાલ થતો હતો જેથી અરજદારો તેમજ સરપંચો માં પણ તાલુકા વિકાસ અધિકારી તરીકે ડોક્ટર રાજેશભાઈની લોકચાહના ખૂબ જ વધી હતી જેથી તેમને પુનઃ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવા માટે સમગ્ર તાલુકામાંથી ઉગ્ર માંગ ઉઠી હતી. એટલું જ નહીં કર્મચારીઓમાં  પણ ડોક્ટર રાજેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રથમ પસંદગી બન્યા હતા. આમ પ્રબળ લોકચાહના તેમજ વિકાસ કાર્યો ને આગળ ધપાવનાર ડોક્ટર રાજેશ પટેલને પુનઃ તાલુકા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સોંપાયો હતો.

અત્રે નોંધનીય છે કે ડોક્ટર રાજેશ પટેલ ના તાલુકા વિકાસ અધિકારી તરીકે ના કાર્યકાળમાં જ ઊંઝાના ભુણાવ ગામ ને 'પંચાયત સશક્તિકરણ' એવોર્ડ તથા ઊંઝા તાલુકા પંચાયતને 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય' એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જેમાં કેન્દ્ર સરકાર તરફથી આઠ લાખ રૂપિયા તેમજ ૨૫ લાખની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી. સરકાર દ્વારા મળતી તમામ ગ્રાન્ટ દરેક ગામને સમયસર ફાળવી સમયસર કામગીરી થાય તે માટે તેઓ સતત ગ્રામ પંચાયત ના સંકલનમાં રહી કામગીરી કરવાથી ટેવાયેલા છે. ત્યારે ઊંઝા તાલુકા પંચાયત માં તાલુકા વિકાસ અધિકારી તરીકેનો ડોક્ટર રાજેશ પટેલે પદભાર સંભાળતાં જ તાલુકાના સરપંચ એસોસિયેશન તેમજ કર્મચારીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.