ઊંઝામાં 110 કરોડના જીરા કોમોડિટી કાંડ માં અમિત પટેલ ઉર્ફે ટેમી ની ધરપકડ

ઊંઝામાંથી વધુ એક GST કર ચોર ઝડપાયો

ઊંઝામાં 110 કરોડના જીરા કોમોડિટી કાંડ માં અમિત પટેલ ઉર્ફે ટેમી ની ધરપકડ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા :  થોડાક સમય પહેલા ઊંઝા માંથી જીએસટી કરચોરીનો મુખ્ય સૂત્રધાર સંજય માધા જીએસટી અધિકારીના હાથે ઝડપાયો હતો જેમાં 109 કરોડના બોગસ બિલિંગ નું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે હવે જીએસટી અધિકારીના હાથે વધુ એક કર ચોરી કૌભાંડ કરનાર અમિત રમેશભાઈ પટેલ પેટે ઉર્ફે ટેમીની ધરપકડ કરવામાં આવી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ કરનાર વ્યક્તિઓ અને સૂત્રધારોને શોધીને તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જીરાની કોમોડિટીમાં ગરીબ માણસો ના દસ્તાવેજો નો દુરુપયોગ કરી બોગસ પેઢી ઊભી કરી ઇ-વે બિલ જનરેટ કરી ટેક્સની ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર સંજય માધા જડપાયો હતો. જેને 109 કરોડની કર ચોરીનું કૌભાંડ આચર્યું હતું.

ત્યારે આ પ્રકરણમાં ઊંઝાના હિરેન મોહનલાલ પટેલ તથા સંજય પ્રહલાદ પટેલ ઉપરાંત હવે અમિત રમેશભાઈ પટેલ ઉર્ફે ટેમિની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 22 ડિસેમ્બરના રોજ હાજર કરી તપાસ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે અમિત રમેશભાઈ પટેલ ઉર્ફે ટેમી હાલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે.