નેતાઓના સડક છાપ નિવેદનોથી ભાજપ બદનામ : ભાજપના નેતાનો ધમકી આપતો ઓડિયો વાયરલ

નેતાઓના સડક છાપ નિવેદનોથી ભાજપ બદનામ : ભાજપના નેતાનો ધમકી આપતો ઓડિયો વાયરલ
નેતાઓના સડક છાપ નિવેદનોથી ભાજપ બદનામ : ભાજપના નેતાનો ધમકી આપતો ઓડિયો વાયરલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ભાજપ ના નેતાઓ સત્તાના નશામાં ચકચૂર બનીને મનફાવે તેમ લોકોને ધમકાવી અને ડરાવતા હોય છે. જોકે થોડાક સમય પહેલાં જ સુરતમાં ભાજપના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા નું એક વિવાદિત નિવેદન નો વિડીયો સોશિયલ મીડિયામાં જાહેર થયો હતો. તો વળી ભાજપના મધુ શ્રીવાસ્તવ દ્વારા એક પત્રકારને ખુલ્લી ધમકી આપવામાં આવી હતી.હજુ તે સમાચારોની શાહી સુકાઈ નથી ત્યાં એવા મીડિયા અહેવાલ આવ્યા છે કે, મધુ શ્રીવાસ્તવનો વધુ એક ભાજપના કાર્યકરને ધમકી આપતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચૂંટણી દરમિયાન ભાજપની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થઈ શકે છે.

વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમના દંબગ અંદાજ માટે જાણિતા છે. જાણે તેમને કોઈની પણ બીક ન હોય તેમ ખુલ્લેઆમ ધમકીઓ આપે છે. ઉઠાવી દેવાની, મારી નાંખવાની ધમકીઓ આપે છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમની જ પાર્ટીના કાર્યકરના પતિને ધમકી આપી રહ્યા છે. દિપ્તી જયસ્વાલ નામની પાર્ટી કાર્યકરના પતિ દિલિપ જયસ્વાલને શ્રીવાસ્તવ ફોન કરી ધમકાવી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવ એ આક્ષેપ સાથે ધમકાવી રહ્યા છે કે દિપ્તી તેમના વિશે ખોટી ખોટી વાતો કરે છે. કહે છે કે મધુ ભાઈનું કંઈ ન આવે... તેઓ બી ગયા છે. આ વાતને લઈ દિપ્તીના પતિ દિલિપ જયસ્વાલને મધુ શ્રીવાસ્તવ સમજવી દેવાનું કહી રહ્યા છે. જો કે ભાજપ પાર્ટી આ બધુ મુકદર્શક બની જોયા કરે છે.