ગાંધીનગર : કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ ભાજપ માટે ખરાબ સમાચાર : વોર્ડ નં- 10 ના ઉમેદવારના કોરોના રિપોર્ટથી કાર્યકરોમાં ફફડાટ

ગાંધીનગર : કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ ભાજપ માટે ખરાબ સમાચાર : વોર્ડ નં- 10 ના ઉમેદવારના કોરોના રિપોર્ટથી કાર્યકરોમાં ફફડાટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર :  ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી દિવસે દિવસે રાજકીય રંગ પકડી રહી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ છે. આમ આદમી પાર્ટી નું પ્રભુત્વ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે ભાજપ માટે એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં ગાંધીનગરના વોર્ડ નંબર 10ના ઉમેદવાર કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે.

ભાજપના વોર્ડ નંબર 10ના ઉમેદવાર મહેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી તેમને શરદી, ખાંસી અને તાવની ફરિયાદ હત. જેમાં ગઈકાલે તેમણે તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા તેમણે તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ સતર્ક રહેવા જણાવ્યું હતું.

બીજી બાજુ સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો છે, જેમાં વોર્ડ નંબર 10 ની ભાજપની પેનલના ઉમેદવારો નજરે પડે છે. જેમાં મહેન્દ્ર પટેલ પણ દેખાય છે સાથે અન્ય ઉમેદવારો છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક જોવા મળતું નથી. ત્યારે કોરોના સંક્રમિત થયેલા મહેન્દ્ર પટેલના સંપર્કમાં આવેલા આ અન્ય ઉમેદવારો ને પણ મહેન્દ્ર પટેલ ના કોરોના પોઝિટિવ ના સમાચાર જાણીને ફાળ પડી હોય તો નવાઈ નહીં !

જોકે મહેન્દ્ર પટેલ ના કોરોના પોઝિટિવ ની સાથે સાથે વોર્ડ પ્રમુખ જૈમીન વૈદ્ય તેમજ પૂર્વ પ્રમુખ અરવિંદજી ઠાકોર પણ કોરોના ની ઝપેટમાં આવી ગયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. એટલું જ નહિ વોર્ડ નંબર 10ના એક અપક્ષ ના ઉમેદવાર પણ કોરોના પોઝિટિવ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આમ વોર્ડ નંબર 10 કોરોનાની ઝપેટમાં આવી ગયું હોય એવું લાગી રહ્યું છે. જોકે સોશિયલ distance અને માસ્ક વિનાના ફરતા ભાજપના નેતાઓ કોરોના સુપર સ્પ્રેડર બને તો પણ નવાઈ નહિ !