Big Breaking: આવતીકાલે ધોરણ 12 નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થશે જાહેર

Big Breaking: આવતીકાલે ધોરણ 12 નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થશે જાહેર

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : છેલ્લા કેટલાય સમયથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામને લઈને જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીને કારણે પરિણામો વિલંબમાં પડ્યા હતા. ત્યારે હવે આવતીકાલે સવારે 9:00 વાગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થનાર છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9:00વાગ્યે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ જોઈ શકાશે