Breaking : બે પેસેન્જર ટ્રેન અથડાતાં 30 ના મોત, 50 થી વધારે મુસાફરો ઘાયલ

Breaking :  બે પેસેન્જર ટ્રેન અથડાતાં 30 ના મોત, 50 થી વધારે મુસાફરો ઘાયલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  પાકિસ્તાનમાં આજે સોમવારે વહેલી સવારે સિંધના ડહારકી વિસ્તારમાં બે પેસેન્જર ટ્રેન એકબીજાને અથડાતા મોટી રેલ ર્દુઘટના ઘટી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.જેમાં આશરે 30 લોકોના મોત થયા છે.જ્યારે 50થી વધારે મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, આ ઘટના ઘોટકી પાસે રેતી અને ડહારકી રેલવે સ્ટેશન પાસે વહેલી સવારે 3.45 વાગે થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોઘા અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંચીથી કરાચી જઈ રહી હતી. ઘટના સવારે 3.30થી 4 વાગ્યા વચ્ચે થઈ છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે મિલ્લત એક્સપ્રેસના કોચ અનિયંત્રિત થઈને બીજા ટ્રેક પર પડ્યા હતા. તેના કારણે સામેથી આવતી સર સૈયદ એક્સપ્રેસ તેને અથડાઈ ગઈ હતી. આ કારણે ટ્રેનના કોચને પણ ઘણું નુકસાન થયું છે