આંતરરાષ્‍ટ્રીય સ્‍પેસ સ્‍ટેશન પર જાપાની વૈજ્ઞાનિકોએ વિકસાવ્‍યા ઉંદરોના ભ્રૂણ

આંતરરાષ્‍ટ્રીય સ્‍પેસ સ્‍ટેશન પર જાપાની વૈજ્ઞાનિકોએ વિકસાવ્‍યા ઉંદરોના ભ્રૂણ

Mnf network: જાપાની વૈજ્ઞાનિકોએ પહેલીવાર આંતરરાષ્‍ટ્રીય સ્‍પેસ સ્‍ટેશન પર ઉંદરોના ભ્રૂણ વિકસીત કર્યા છે. તેમને સામાન્‍ય રીતથી વિકસીત કરવામાં આવ્‍યા છે. તેનાથી સંકેત મળે છે કે માનવી માટે અંતરિક્ષમાં પ્રજનન શકય બની શકે છે.

યામાનાશી યુનિવર્સીટીના બાયોટેકનોલોજી કેન્‍દ્રના પ્રોફેસર ટેરૂહિકો વાકાયામા અને જાપાન એરો સ્‍પેસ એજન્‍સી (જેએએસએ)ના રિસર્ચરોએ ઓગસ્‍ટ ર૦ર૧માં ઉંદરના જમાવી દીધેલા ભ્રૂણને રોકેટથી આઇએસએસ મોકલ્‍યા હતા.

રિસર્ચરોએ કહ્યું કે પ્રયોગથી સ્‍પષ્‍ટ થયું છે કે ભ્રૂણ વિકસીત કરવામાં ગુરૂત્‍વાકર્ષણની કોઇ ભૂમિકા નથી.

અવકાશ યાત્રીઓ જયારે આ ભ્રૂણને લઇ ગયા હતા ત્‍યારે તે પોતાના જીવનકાળના પ્રારંભિક તબક્કામાં હતા. તેમને ખાસ મશીન દ્વારા જમાવેલ સ્‍થિતિમાં બહાર લાવવામાં આવ્‍યા. આ મશીન આ કામ માટે જ ખાસ ડીઝાઇન કરવામાં આવ્‍યું હતું. તેના પછી ચાર દિવસ સુધી આ ભ્રૂણોને વધવા દેવાયા હતા.

ત્‍યાર પછી માઇક્રોગ્રેવીટીમાં તૈયાર ભ્રૂણોને બ્‍લાસ્‍ટોસીસ્‍ટસમાં બદલાવ્‍યા. બ્‍લાસ્‍ટોસીસ્‍ટસ એ કોશીકાઓ જે ભ્રૂણ અને પ્‍લાસેંટા (નાળ) માં વિકસીત થાય છે. બ્‍લાસ્‍ટોસીસ્‍ટસને હવે ઉંદરોમાં પ્રત્‍યારોપિત કરીને જોવામાં આવશે કે તે ભ્રૂણોમાંથી બચ્‍ચાઓ ઉત્‍પન્‍ન કરી શકે છે કે નહીં.