જાન્યુઆરીથી જૂનના ગાળામાં ભારતીયો દ્વારા ૩૦ લાખ વિઝાની અરજી

જાન્યુઆરીથી જૂનના ગાળામાં ભારતીયો દ્વારા ૩૦ લાખ વિઝાની અરજી

Mnf network :વિઝા એપ્લિકેશન કરવામાં ભારતીયો આ વખતે નવો રેકોર્ડ બનાવશે

ભારતીયો અત્યારે મોટી સંખ્યામાં વિઝાની અરજીઓ કરી રહૃાા છે. જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનાનો રેકોર્ડ જોવામાં આવે તો આ ગાળામાં ભારતીયોએ જુદૃા જુદૃા દૃેશો માટે લગભગ ૩૦ લાખથી વધુ વિઝા અરજીઓ કરી હતી. કોવિડ અગાઉ ૨૦૧૯માં આખા વર્ષમાં ભારતીયોએ લગભગ ૬૦ લાખ વિઝા અરજીઓ કરી હતી. 

લગભગ ૫૦થી વધુ  વિઝા અરજીઓને મેનેજ કરતી કંપની વીએફએસ ગ્લોબલે આ આંકડા આપ્યા છે. ૨૦૧૯માં હજુ કોવિડ આવ્યો ન હતો અને પ્રોસેસમાં પણ કોઈ અવરોધો ન હતા છતાં ૬૦ લાખ અરજીઓ થઈ હતી.

અત્યારે ભારતીયોને અમેરિકા અને યુરોપ જવામાં વધારે લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. વિઝાની પ્રોસેસ લાંબી છે અને ઈન્ટરવ્યૂ માટે પણ સમય લાગે છે. છતાં ભારતીયો  અરજી કરતા રહે છે. ૨૦૧૯માં સૌથી વધુ વિઝા એપ્લિકેશનનો રેકોર્ડ બન્યો હતો જે ૨૦૨૩માં તૂટશે તેમ લાગે છે.

આ વિઝા માટે ભારતીયોએ લગભગ દૃોઢ વર્ષ સુધી ઈન્ટરવ્યૂની રાહ જોવી પડે છે. આ ઉપરાંત શેંગેન વિઝા માટે પણ આવી જ સ્થિતિ છે.