કેનેડા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હવે આજીવિકા ખર્ચ પેટે બતાવવા પડશે 20 હજાર ડોલર

કેનેડા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હવે આજીવિકા ખર્ચ પેટે બતાવવા પડશે 20 હજાર ડોલર

Mnf network: કેનેડા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. વિદ્યાર્થીઓને આજીવિકા ખર્ચ પેટે 20 હજાર ડોલર બતાવવા પડશે. કેમ્પસની બહાર અઠવાડિયાના 20 કલાક કામ કરવાની છુટ રહેશે. નવા માપદંડો 1 જાન્યુઆરીથી લાગુ પડશે. એપ્રિલ સુધી વિદ્યાર્થીઓને વર્ક પરમીટ લંબાવી આપવાનું બંધ કરાશે.

નવા નિર્ણયથી ગુજરાતીઓ સહિત સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે કારણ કે હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્યાં રહેવા અને અભ્યાસ કરવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે.

 શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે એક પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે અરજીકર્તાએ એ જોવું પડશે કે તેની પાસે ટ્યુશન અને મુસાફરી ખર્ચના પહેલા વર્ષ ઉપરાંત 20,635 કેનેડિયન ડોલર (લગભગ 15,181 અમેરિકી ડોલર) છે, જે લગભગ 12 લાખ 66 હજાર ભારતીય રૂપિયા છે. ભણવા માટે કેનેડા આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાના ખર્ચની જરૂરિયાત 2000ના દાયકાની શરૂઆતથી બદલાઈ નથી. તે વખતે તેને 10,000 કેનેડિયન ડોલર (લગભગ 7357 અમેરિકી ડોલર) નક્કી કરાયું હતું. એમ પણ કહેવામાં આવ્યું છે કે નાણાકીય જરૂરિયાત હાલ રહેવાના ખર્ચ મુજબ નથી જેના પરિણામસ્વરૂપે વિદ્યાર્થીઓ કેનેડા પહોંચે છે અને ખબર પડે છે કે તેમની પાસે તો પૂરતા પૈસા જ નથી.

 જ્યારે વિદ્યાર્થીઓ અમારા દેશમાં આવે તો તેમને સમર્થન આપવામાં આવે. શિક્ષણ સંસ્થાન શૈક્ષણિક અનુભવના ભાગ રૂપે પૂરતી છાત્ર સહાયતા આપે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ વાર્ષિક આર્થિક ગતિવિધિઓમાં 11 અબજ કેનેડિયન ડોલર (લગભગ 16 અબજ અમેરિકી ડોલર)થી વધુનું યોગદાન આપે છે જે કેનેડાના ઓટોપાર્ટ્સ, લાકડી કે વિમાનની નિકાસ કરતા વધુ છે, અને કેનેડામાં બે લાખથી વધુ નોકરીઓ પેદા કરે છે

ભારતમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવાના ઈરાદે વિદેશમાં જાય છે. જેમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓ અમેરિકા, ઈંગ્લેન્ડ, રશિયા અને કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની પસંદગી કરે છે.