વિશ્વનું સૌથી ઊંચું એર ફીલ્ડ લદાખ માં બનશે

વિશ્વનું સૌથી ઊંચું એર ફીલ્ડ લદાખ માં  બનશે

Mnf network :નવી દિલ્હી, તા. 10 : જી-20 સમિટ સમાપ્ત થયાની થોડીવાર બાદ જ ભારતે ચીનને મોટો સંદેશ આપ્યો છે. ભારત લદ્દાખના ન્યોમા ખાતે વિશ્વનું સૌથી ઊંચું લડાકુ એરફિલ્ડ બનાવશે. સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ 12 સપ્ટેમ્બર જમ્મુના દેવક બ્રિજથી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. એલએસી વાસ્તવિક અંકુશ રેખા પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સંરક્ષણ મંત્રાલયના આ નિર્ણયને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

પૂર્વી લદ્દાખના મહત્ત્વપૂર્ણ ન્યોમા પટ્ટામાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) દ્વારા નવા એરફિલ્ડના નિર્માણ પર કુલ 218 કરોડ રૂપિયાનો ખર્ચ થશે .નવી દિલ્હીમાં ઐતિહાસિક જી-20 શિખર સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. શિખર સંમેલનમાં થયેલી સર્વસંમતિ વૈશ્વિક વિશ્વાસની ખાધને દૂર કરવા અને વૈશ્વિક વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધારવા માટે એક ઐતિહાસિક પાયાનો પથ્થર છે. પૂર્વી લદ્દાખમાં ન્યોમા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો ઉપયોગ ત્રણ વર્ષ પહેલાંથી થઈ રહ્યો છે. ચીન સાથેની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે તેનો ઉપયોગ સૈનિકો અને સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. 2020માં ગલવાનમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ હજુ પણ યથાવત્ છે.