પ્રી વાયબ્રન્ટ સમિટઃ ગુજરાત દેશનું ફાર્મા હબ બન્યુ છે : CM

પ્રી વાયબ્રન્ટ સમિટઃ ગુજરાત દેશનું ફાર્મા હબ બન્યુ છે : CM

વાયબ્રન્ટ સમિટ ગુજરાત માટે આવનાર સમયમાં મહત્વની બનશે

8800 વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે

કેન્સર હોસ્પિટલમાં રોબોટથી સારવાર માત્ર ગુજરાતમાં

Mnf network: આજથી પ્રી વાયબ્રન્ટ સમિટ શરૂ થઈ છે. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત હોલિસ્ટીક હેલ્થકેર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કેન્દ્રીય આયુષ સેક્રેટરી રાજેશ કોટેચા હાજર રહ્યા હતા.

ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યુ છેઃ સીએમ પટેલ

પ્રી વાયબ્રન્ટ સમિટમાં તેઓએ કહ્યું કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈએ આગળ વધવું છે. આપણે અહીં એમઓયૂ કરીએ છીએ. ગુજરાતમાં ફાર્મા અને મેડિકલ અંગેનો સેમિનાર મહત્વનો છે. હાલમાં 360% મેડિકલ સીટોમા વધારો થયો છે અને સાથે 20 વર્ષમા ફાર્મ અને મેડિકલે ઘણી પ્રગતિ કરી છે. રાજ્યમાં 3222 મેડિકલ યુનિટ અગાઉ હતા, જે આજે વધીને 6000 મેડિકલ યુનિટ થયા છે. કુલ યોગદાનમાં ગુજરાતનો ફાળો 32-33% નો છે. 2003માં 5 એમઓયુ કર્યા હતા જે આ વર્ષે 165 થયા છે