અંતરીક્ષમાં સુપર પાવર બનશે ભારત

અંતરીક્ષમાં સુપર પાવર બનશે ભારત

Mnf news network: ચંદ્રયાન-3ની સફળતા બાદ જ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ પોતાના નવા મિશન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ISRO જલદી જ અંતરીક્ષમાં નવો કીર્તિમાન સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. ISRO પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજો દેશ હશે જે સ્પેશ સ્ટેશન બનાવશે. 

સ્પેસ સ્ટેશન એક ઉપકરણ હોય છે, જેને અંતરીક્ષમાં સ્થાપિત કરવામાં આવે છે. સ્પેસ સ્ટેશન અંતરીક્ષથી પૃથ્વીની સતત દેખરેખ રાખે છે. અંતરીક્ષમાં જનારા યાત્રી સ્પેસ સ્ટેશન પર રહીને જાત જાતના રિસર્ચ કરે છે. એક એસ્ટ્રોનોટ્સ અંતરીક્ષમાં સામાન્ય રૂપે 6 મહિના માટે રહે છે. સ્પેસ સ્ટેશન પર એક સમયમાં 6 કે 7 એસ્ટ્રોનોટ રહે છે. તેમના પાછા આવ્યા બાદ એસ્ટ્રોનોટ્સના બીજી ટીમને મોકલવામાં આવે છે. 

ISROએ જણાવ્યું કે, ભારતનું સ્પેસ સ્ટેશન 20 ટનનું હશે. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું વજન 450 ટનથી વધુ છે. તો ચીની સ્પેસ સ્ટેશનનું વજન 80 ટન છે. ISROએ જણાવ્યું કે, ભારતીય સ્પેસ સેન્ટરમાં એક સાથે 4-5 એસ્ટ્રોનોટ્સ રહી શકશે. ભારતીય સ્પેસ સ્ટેશનને પૃથ્વીથી નીચે ઓર્બિટમાં રાખવામાં આવશે. આ ઓર્બિટને LEO કહેવાય છે જે લગભગ 400 કિલોમીટર દૂર સ્થિત છે. વર્ષ 2019માં ISROના તત્કાલીન પ્રમુખ કે. સિવાને મીડિયાને જણાવ્યું હતું કે ISRO ગગનયાન મિશન બાદ વર્ષ 2030 સુધીમાં પોતાનું સ્પેસ સેન્ટર લોન્ચ કરશે.

 ગગનયાન મિશનને તેના પહેલા ચરણના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. ISRO આગામી વર્ષે પોતાનું પહેલું માનવ રહિત ગગનયાન મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ગગનયાનને પૃથ્વીના લોઅર ઓર્બિટમાં મોકલવામાં આવશે. જ્યાં ગગનયાન મિશનને મોકલવામાં આવશે. ત્યાં જ ISRO પોતાનું સ્પેસ સેન્ટર સ્થાપિત કરશે. હાલમાં જ ભારત સરકારે ISROની આ પરિયોજના માટે ફંડ જાહેર કર્યું છે.