ઊંઝા અને સિદ્ધપુર સીટ પર ભાજપના ઉમેદવારો જાહેર : 2017 માં આ બંને સીટો પર કોંગ્રેસ જીતી હતી

ઊંઝા અને સિદ્ધપુર સીટ પર ભાજપના ઉમેદવારો જાહેર : 2017 માં આ બંને સીટો પર કોંગ્રેસ જીતી હતી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : આખરે જેની રાહ જોવાથી તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે.જોકે રૂપાણી સરકારના કેટલાક દિગજજોએ યાદી જાહેર થયાની પૂર્વરાત્રીએ જ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ આજે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે.જેમાં ભાજપે કેટલીક બેઠકો ઉપર ઉમેદવારો બદલ્યા હોવાનું યાદીમાં જોવા મળી રહ્યું છે.

ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતી ઊંઝા સીટ પર ભાજપે આ વખતે એક નવો પ્રયોગ કર્યો છે .ભાજપના જેટલા પણ પરિચિત ચહેરાઓ હતા એમાંથી તમામને બાકાત રાખીને એક નવા જ બિન ચર્ચાસ્પદ ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઊંઝામાં કિરીટભાઈ કેશવલાલ પટેલને ટીકીટ મળી છે.જો કે બીજી બાજુ સિધ્ધપુર સીટ ઉપરથી બળવંતસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે સિદ્ધપુર સીટ પરથી 2017માં ચૂંટણી ના જંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જય નારાયણ વ્યાસ હારી ગયા હતા અને તાજેતરમાં જ તેમણે ભાજપમાંથી રાજીનામું આપીને ફરીથી સિદ્ધપુર બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. જોકે સિધ્ધપુર સીટ પર ઓબીસી મતદારોનું ભારે પ્રભુત્વ છે. ત્યારે કોંગ્રેસે 2017માં ચંદનસિંહ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા જેઓ ચૂંટણી જીત્યા હતા. ત્યારે આ વખતે પણ કોંગ્રેસે તેમને રીપીટ કર્યા છે.પરંતુ ભાજપ એ બળવંતસિંહ રાજપૂતને મેદાનમાં ઉતારતા હવે કદાચ સિદ્ધપુર સીટ પર ત્રિ પંખીઓ જંગ જામે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. કારણ કે આ સીટ પર બળવંતસિંહ રાજપૂતના હરીફ ગણાતા જય નારાયણ વ્યાસ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.

બીજી બાજુ 2017 માં ઊંઝા સીટ પર પણ કોંગ્રેસનો વિજય થયો હતો. જેમાં ડો. આશાબેન પટેલ 2017 માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે ભાજપના દિગજજ એવા નારાયણભાઈ લલ્લુદાસ પટેલને હરાવ્યા હતા. આ બંને સીટો ખરેખર હવે ભાજપ માટે જીતવી દિન પ્રતિદિન મુશ્કેલ બનતી જાય છે. ત્યારે 2022 માં એકવાર ફરીથી ભાજપે ઊંઝા સીટ પર એક નવા ચહેરાને મેદાનમાં ઉતારીને જાણે એક નવો પ્રયોગ કર્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ કોંગ્રેસ ઊંઝા સીટ પર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવા જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ આ મહિલા ઉમેદવાર ખૂબ જ સક્ષમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં આમ આદમી પાર્ટી એ પણ કરલી ગામના ઉર્વીશ પટેલ ને મેદાનમાં ઉતાર્યા છે.ત્યારે ઊંઝા સીટ પર પણ ત્રિ પંખીઓ જંગ જામશે અર્થાત સિદ્ધપુર અને ઊંઝા આ બંને સીટો જીતવી ભાજપ માટે ખૂબ જ કપરી હોવાનો માનવામાં આવી રહ્યું છે.