ભાજપના શાસનમાં વિકાસનો ભ્રષ્ટાચાર ! RCC રોડનો ભ્રષ્ટાચાર ડામર થી છુપાવવા જતાં પોલ ખુલી

ભાજપના શાસનમાં વિકાસનો ભ્રષ્ટાચાર ! RCC રોડનો ભ્રષ્ટાચાર ડામર થી છુપાવવા જતાં પોલ ખુલી

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : છોટાઉદેપુર જીલ્લામાં રોડનાં કામોમાં ભ્રષ્ટાચાર પર્દાફાશ થયો છે. ત્યારે ગેરેન્ટી પિરિયડવાળા રોડમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જેનો વીડિયો ગ્રામજનોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

વડોદરાની એકતા એસોસિએટ એજન્સીને રોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એકતા એજન્સી દ્વારા રોડનાં કામોમાં કરેલા ભ્રષ્ટ્રાચારનો ગ્રામજનો દ્વારા એકતા એજન્સી દ્વારા આરસીસી રોડનાં કામોમાં બેદરકારીનો વીડિયો વાયરલ કર્યો હતો.

RCC રોડ તૂટતા ગ્રામજનો દ્વારા ફરી રોડ બનાવવા માંગ કરી હતી. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર RCC રોડ પર ડામર પાથરીને રિપેરીંગ કરી દેવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા RCC રોડનાં કામોનો ભ્રષ્ટાચાર છુપાવવા ડામર પાથર્યો હતો.