ઊંઝા : પાલિકા પ્રમુખે શહેરી વિકાસના અગ્રસચિવ ને પત્ર લખી કરી વિશેષ માંગ : જાણીને કરશો પ્રસંશા

ઊંઝા : પાલિકા પ્રમુખે શહેરી વિકાસના અગ્રસચિવ ને પત્ર લખી કરી વિશેષ માંગ : જાણીને કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઊંઝા નગર પાલિકામાં જ્યારથી પ્રમુખ તરીકે દિક્ષિતભાઇ પટેલે કાર્યભાળ સંભાળ્યો છે ત્યારથી પાલિકા થકી વિકાસ કાર્યો ને વેગ મળ્યો છે. પીઢ તેમજ દીર્ઘ દૃષ્ટા એવા પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ ને પત્ર લખી આગવી ઓળખના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ માં વધારો કરવા માંગણી કરી છે.

પત્રમાં જણાવ્યા મુજબ, શહેરીકરણની પ્રક્રિયામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રાજયો પૈકીનું એક છે. શહેરી વિકાસના વિવિધ પરિમાણને સુગ્રથિત્ત સ્વરૂપે પ્રયોજી રાજય સરકારશ્રીએ શહેરી વિસ્તાર તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મુળભૂત નાગરિક સુવિધા અને સેવાઓ ઉપલબ્ધ કરાવતાં શહેરીજનોના સામાજિક અને આર્થિક વિકાસ કરી તેઓનું જીવનધોરણ ઉંચે લઇ જવા અવિરત કોશિષ કરેલ છે.

સરકાર દ્વારા રાજયની નગરપાલિકાઓને આંતરમાળખાકીય સુવિધાના અને મહત્વના વિકાસના કામો માટે તથા આગવી ઓળખના કામો માટે રાજય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકેલ છે. જે અંતર્ગત આંતરમાળખાકીય સુવિધાના કામો માટે સરકાર ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૧૭-૦૩-૨૦૧૫ ના ઠરાવથી રાજયની નગરપાલિકાઓને વર્ગ વાર રકમની ફાળવણી કરવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ

 ઉપરોકત નકકી વર્ગવાર નકકી કરવામાં આવેલ રકમ ઘણી ઓછી છે. વર્તમાન સમયમાં માલસામાનમાં વધારો થયેલ છે. જેથી આગવી ઓળખ જેવી કામગીરી કરવા વધુ નાણાની નગરપાલિકામાં જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે, આમ વર્તમાન સમયમાં ફળવાતી ગ્રાંટમાં વધારો કરી બમણી કરવામાં આવે તો આગવી ઓળખનું મૂળભૂત હેતુ મુજબ કામગીરી કરાવવી સરળ થઇ શકે. તેમજ કામગીરી ઝડપી થઇ શકે. આમ નગરપાલિકાઓમાં ગ્રાંટનો વધારો કરવા ઊંઝા પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે ધારદાર રજૂઆત કરી છે.