ખળભળાટ / ઊંઝા ભાજપના દિગજજ નેતાને કોર્ટે દોઢ વર્ષની જેલની સજા ફટકારી , કારણ છે ચોંકાવનારું

ખળભળાટ / ઊંઝા ભાજપના દિગજજ નેતાને કોર્ટે દોઢ વર્ષની જેલની સજા ફટકારી ,  કારણ છે ચોંકાવનારું

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ એવા ઉનાવા ના વતની લક્ષ્મણભાઈ માધવલાલ પટેલ ઉર્ફે એલ એમ ને કોર્ટે દોઢ વર્ષની સજા અને 11.85 લાખ રૂપિયા વળતર સાથે ચૂકવવાનો હુકમ કરતા તાલુકા-જિલ્લા ભાજપના વર્તુળોમાં સમગ્ર મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોઝારીયા ખાતે રહેતા મિત્ર અશોકભાઈ ગિરધરભાઈ પાસેથી તબેલો બનાવવા માટે તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલ 7.90 લાખ રૂપિયા ઉછીના લાવ્યા હતા અને બદલામાં તેમને ચેક આપ્યો હતો અશોકભાઈએ ચેક ની રકમ ભરીને બેંકમાં ચેક ભરતાં ચેક રિટર્ન થતા તેમણે કલમ 138 મુજબ ફરિયાદ કરી હતી. જે અંગેનો કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા તાલુકા ભાજપ પ્રમુખને દોઢ વર્ષની જેલ અને 11.85 લાખ રૂપિયા વળતર સાથે ચૂકવવાનો આદેશ કરાતા ખળભળાટ મચી ગયો છે.

અત્રે નોંધાનીય છે કે કેટલાક સમય અગાઉ ભાજપની એક બેઠક દરમિયાન પણ તાલુકા ભાજપ પ્રમુખ સાથે પૈસાની લેતીજાતી મુદ્દે બબાલ થઈ હતી જેને લઇને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે તાલુકા ભાજપ પ્રમુખની છબી આર્થિક દ્રષ્ટિએ સ્વચ્છ નહિ હોવાને કારણે ભાજપે વારંવાર નીચું જોવાનો વારો આવી રહ્યો છે. છતાં પણ ભાજપના નેતાઓ શા માટે તાલુકા પ્રમુખને છાવરી રહ્યા છે તેને લઈને અનેક તર્ક વીતર્ક શરૂ થયા છે.