ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરમાંથી ખાનગી એજન્સીની હકાલપટ્ટી

ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરમાંથી ખાનગી એજન્સીની હકાલપટ્ટી

માર્કશીટ, ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કામગીરી ખાનગી એજન્સીને આપી હતી

એજન્સીએ ફી વધારો કરી લૂંટયા છતાં 10 મહિના કામ ચાલુ રાખ્યું

એજન્સીએ કામગીરી શરૂ કરતાની સાથે જ ફીમાં ધડખમ વધારો કર્યો હતો

Mnf network: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન સહિતની ઓનલાઈન કામગીરી માટે સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટર શરૂ કરાયું હતું અને તેની કામગીરી ખાનગી કંપનીને સોંપવામાં આવી હતી.

આ ખાનગી એજન્સી દ્વારા ફીમાં ધડખમ વધારો કરાતાં ભારે આક્રોસ ફેલાયો હતો, તેમ છતાં અંદાજે 10 મહિના સુધી એજન્સી પાસે જ કામગીરી રહેવા દીધી હતી. જોકે હવે આ એજન્સીની હકાલપટ્ટી કરવામાં આવી છે 

ગુજરાત યુનિવર્સિટીના ગત જાન્યુઆરી-2023માં શરૂ થયેલા સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરમાં WES એપ્લિકેશન, માઈગ્રેશનમ સર્ટિફિકેટ, પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, ઈન્ટરનશિપ કંપ્લીશન સર્ટિફિકેટ, પ્રોવિઝનલ એલીજીબિલીટી સર્ટિફિકેટ, માર્કશીટ/ડિગ્રી વેરિફિકેશન, સેકન્ડેયીઅર માર્કશીટ વેરિફિકેશન, મિડીયમ ઓફ ઈન્સ્ટ્રક્શન સર્ટિફિકેટ (MOI) સહિતના પ્રમાણપત્રો ઓનલાઈન મળે તેવી સુવિધા કરાઈ હતી. જેનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાયુ હતુ. આ એજન્સીએ કામગીરી શરૂ કરતાની સાથે જ ફીમાં ધડખમ વધારો કર્યો હતો, જેમાં માર્કશીટ વેરિફિકેશનની ફી રૂ.50થી વધારી રૂ.404 કરી છે. ટ્રન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલકવરના રૂ.500થી વધારી 736 કરાયા, , ડિગ્રી વેરિફિકેશનમાં 200થી વધારી 554 કરાયા અને માઈગ્રેશન સર્ટિફિકેટનાં રૂ.110થી વધારી રૂ.452 કર્યાં હતા.