અહીં થપ્પડ મારીને વધારાય છે મહિલાઓની સુંદરતા, 50 થપ્પડ ખાવાથી આવે છે નિખાર!

અહીં થપ્પડ મારીને વધારાય છે મહિલાઓની સુંદરતા, 50 થપ્પડ ખાવાથી આવે છે નિખાર!

Mnf network : દુનિયાભરમાં સુંદરતા વધારવા માટે તમામ નુસ્ખાઓનો ઉપયોગ કરવામાં આવે . સુંદરતા વધારવા માટે દુનિયામાં એક ખૂબ જ વિચિત્ર થેરાપી પ્રચલિત છે. આમાં થપ્પડ મારીને લોકોની સુંદરતા વધારવામાં આવે છે. તેને સ્લેપ થેરાપીના નામથી ઓળખવામાં આવે છે. આ દક્ષિણ કોરિયામાં ખૂબ જ લોકપ્રિય છે.

 સ્લેપ થેરાપીનો અર્થ એ નથી કે કોઈને જોરથી થપ્પડ મારવામાં આવે. તેમાં ખૂબ જ આરામથી અને હળવા હાથથી ગાલ પર થપ્પડ મારવામાં આવે છે. મહિલાઓ આ થેરાપીનો ઉપયોગ પોતાના હાથથી કરી શકે છે. એટલે કે તમારે તમારા બંને ગાલને તમારા હાથ વડે થપથપાવવા પડશે. દક્ષિણ કોરિયામાં આ થેરાપી પ્રાચીન સમયથી પ્રચલિત છે, પરંતુ ધીમે ધીમે આ થેરાપી આખી દુનિયામાં ફેલાઈ રહી છે.

દક્ષિણ કોરિયાના લોકોનું માનવું છે કે જ્યારે આ થેરાપી દ્વારા ગાલ પર હળવા હાથે થપ્પડ મારવામાં આવે છે, ત્યારે ચહેરાના દરેક ભાગમાં બ્લડનો ફ્લો તેજ થઇ જાય છે. આનાથી ત્વચાને સાફ થવામાં મદદ મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ કોરિયાની મહિલાઓ દરરોજ આ થેરાપીનો ઉપયોગ કરે છે.

કોરિયન મહિલાઓ બાળપણથી જ આ થેરાપીનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તેથી જ મોટા થયા પછી પણ તેમની ત્વચા એટલી જ ચમકતી રહે છે. મહિલાઓ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં પુરૂષો પણ આ થેરાપીનો ઉપયોગ કરે છે. કોરિયાના લોકોનું માનવું છે કે, જો આ ઉપચારનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખી શકાય છે. આ કારણે તેને 'એન્ટિ-એજિંગ થેરાપી' પણ કહેવામાં આવે છે.