આદિત્ય એલ-1 ને લિધે ઇસરો એ કરી મોટી જાહેરત

આદિત્ય એલ-1 ને લિધે ઇસરો એ કરી મોટી જાહેરત

'આદિત્ય L1' આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનો હેતુ સૂર્ય-પૃથ્વી 'L1' બિંદુ પર ભારતની પ્રથમ સોલાર વેધશાળાની સ્થાપના કરીને સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવાનો છે. L1 નો અર્થ 'લેગ્રેન્જ પોઈન્ટ 1' છે, "L1 પોઈન્ટ પર પહોંચ્યા પછી, તેને પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. જ્યાંથી તે સતત સૂર્યનું અવલોકન કરશે અને આગામી 5 વર્ષ સુધી પૃથ્વી પર વિવિધ ડેટા મોકલશે. તેને 127 દિવસ પછી પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકાશે. 

ચંદ્રયાન 3ના મુખ્ય ત્રણ હેતું

આ અંતર પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના લગભગ એક ટકા જેટલું છે. સ્પેસ એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે, અવકાશયાન ન તો સૂર્ય પર ઉતરશે અને ન તો સૂર્યની નજીક જશે. ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ સોમવારે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 મિશન તેના તમામ લક્ષ્‍યોને હાંસલ કરવામાં સફળ રહ્યું છે. તેમણે કહ્યું કે આ મિશનના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો છે - 1. ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ ઉતરાણ, 2. ચંદ્રની સપાટી પર આગળ વધવા માટે રોવરને સક્રિય કરવું અને 3. વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવા એમ ત્રણ રહ્યા છે.