ગુ.માં.શિક્ષણ બોર્ડે જાહેર કર્યું કેલેન્ડર : બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર

ગુ.માં.શિક્ષણ બોર્ડે જાહેર કર્યું કેલેન્ડર : બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024નું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દિવાળી રજાઓ પણ જાહેર કરી દેવામા આવી છે. આ વખતે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. 

ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી નવું શિક્ષણ સત્ર 5 જૂનથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી પ્રશમ સત્ર રહેશે. એટલે કે પ્રથમ સત્રમાં 124 દિવસનો અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ 21 દિવસનું દીવાળી વેકેશન 9 નવેમ્બરથી શરૂ થશે. ત્યારબાદ 30 નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે. 

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે. જ્યારે 28 માર્ચે પૂર્ણ થશે. ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. તો પ્રથમ સત્રની પરીક્ષા 3 ઓક્ટોબરથી લેવાશે.