ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહ મા અભ્યાસ ક્રમ ઘટાડયો

ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહ મા અભ્યાસ ક્રમ ઘટાડયો

ધોરણ 11-12 સાયન્સમાં બોર્ડની એક્ઝામમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સિલેબસ ઘટાડવામાં આવ્યો છે પરંતુ JEE અને NEETની એક્ઝામમાં કોઈ સિલેબસનો ઘટાડો નથી. આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો હતો. તો નવી એજ્યુકેશન પોલીસી અમલમાં આવી રહી છેઆ

બેઠકમાં નવી એજ્યુકેશન પોલીસી અને સ્વનિર્ભર શાળાઓની ભૂમિકા વિષે જતીનભાઇ ભરાડે માર્ગદર્શન આપ્યું હતુ. 

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની આ બેઠકમાં સમગ્ર ગુજરાતને ચાર ઝોનમાં વહેંચીને વિવિધ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્ય સંયોજક તરીકે ભાવનગરના મનહરભાઈ રાઠોડની પુન: નિયુક્તિ કરવામાં આવી હતી. એફઆરસીએ દરેક ખાનગી શાળાને ફીના માળખાને મંજૂરી આપી હોય ત્યારે સ્વ નિર્ભર શાળાઓને સરકાર એક બાળક પાછળ જે ખર્ચ કરે છે તે અથવા તો એફઆરસીમાં મંજૂર થયેલી ફી આપવી જોઈએ આ બાબતમાં હાઇકોર્ટ દ્વારા પણ આદેશ થયો હોવા છતાં સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી જે બાબતે મહામંડળ રજૂઆતો કરશે તેવી ચર્ચા કરવામાં આવી હતી.