સુરતમાં હીરાના વેપારીઓને અન્યાય : નાના વેપારીઓને 3 વાગે શટર પડાવી દેતી પાલિકા અને પોલીસ કોના ઈશારે કામ કરે છે ?

સુરતમાં હીરાના વેપારીઓને અન્યાય : નાના વેપારીઓને 3 વાગે શટર પડાવી દેતી પાલિકા અને પોલીસ કોના ઈશારે કામ કરે છે ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : હાલમાં રાજ્યમાં સવારે નવ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી લારી ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. જેને પગલે સુરતમાં હીરાના અને ટેકસટાઇલના મેન્યુફેક્ચરિંગ યુનિટો શરૂ કરાયા હતા પરંતુ સુરતમાં ડાયમંડ વ્યવસાય સાથે સરકાર દ્વારા બેવડી નિતિ અપનાવાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે. કારણ કે હીરા લે-વેચ કરતી મોટી ઓફિસો રાત્રે 8 સુધી ખુલ્લી રાખવા મંજૂરી અપાઈ છે પણ મહિધરપુરાના નાના વેપારીઓને બપોરે 3 વાગ્યે લે-વેચ બંધ કરવા પોલીસ રંઝાડતી હોવાની ફરિયાદ ઉઠી છે.

હીરા વેપારીઓની ફરિયાદ છે કે, તંત્ર દ્વારા કોઈ કારણસર બેવડી નીતિ અપનાવી રહી છે. પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ નાની ઓફિસોમાં જઇ તપાસ કરી હેરાન કરે છે. જ્યારે બીજી તરફ મોટી ઓફિસોમાં એક પણ અધિકારી જતો નથી. તમામ નીતિ નિયમ જાણે ફક્ત નાના વેપારીઓ માટે જ છે. રાજ્ય સરકારની નીતિને કારણે નાના વેપારીઓની મુશ્કેલી વધી રહી છે.

તો બીજી બાજુ ઓ ના ના વેપારીઓનું માનવું છે કે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તેઓ તમામ નીતિ નિયમનું પાલન કરીને ઓફિસ ખોલે છે. આ અંગે તેમણે કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી પરંતુ તેમની રજૂઆત સ્વીકારાઈ નથી. જેથી તમામ યુનિટ બંધ જેવી સ્થિતિમાં હોય નાના વેપારી કામદારોની હાલત કફોડી બની છે. ત્યારે સવાલ એ ઊભો થયો છે કે તંત્ર દ્વારા આવી બેવડી નીતિ શા માટે અપનાવવામાં આવી રહી છે? ' એકને ગોળ તો બીજાને ખોળ' એવી નીતિ શા માટે ?