કેન્દ્રીય રેલ મંત્રીના રાજ્યમાં જ રેલવેની લાલિયાવાડી : પેસેન્જર અટવાયા

કેન્દ્રીય રેલ મંત્રીના રાજ્યમાં જ રેલવેની લાલિયાવાડી : પેસેન્જર અટવાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : રેલવે વિભાગ દ્વારા એક બાજુ વંદે ભારત જેવી સુપર સ્પીડ ની રેલવે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે,તો વળી આગામી સમયમાં બુલેટ ટ્રેન કાર્યરત કરવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ હાલમાંં ચાલતી રેલવેે ટ્રેનો નિર્ધારિત રૂટ પર સમયસર ન દોડવાને કારણે રેલવે મુસાફરો અટવાઈ જતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગઈ કાલે 30 સપ્ટેમ્બરે ચેન્નઈ થી સુરત સમયસર પહોંચેલી ટ્રેન અમદાવાદ પહોંચતા બે કલાક મોડી પડતાં, અનેક મુસાફરો આગળની ટ્રેન પકડવા ને લઇ અટવાયા હતા.વાત એમ છે કે, સુરત થી નવજીવનમાં અમદાવાદ થી આશ્રમ એક્સપ્રેસમાં દિલ્હી જવા માટે નીકળેલ પેસેન્જર ટ્રેન સમયસર ન પહોંચવાને કારણે અમદાવાદ સ્ટેશન પર અટવાયા હતા.ના છૂટકે ફ્લાઈટમાં ટિકિટ લઈ આગળની મુસાફરી કરવી પડી હતી.એક પેસેન્જર એ જણાવેલ વિગતો મુજબ, આગળ દસ દિવસનો ટ્રેકિંગ નો પ્રોગ્રામ નક્કી હતો અને બધું જ પેમેન્ટ ભરાઈ ગયું હતું , બહુ જ પરેશાની ભોગવી પડી હોવાને કારણે આ પેસેન્જર એ છેવટે ફ્લાઇટની ટિકિટ લઈને નિર્ધારિત સ્થળે પહોંચવાનો વારો આવ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે રેલવે વિભાગની આવી લાલિયા વાડી ક્યાં સુધી ચાલુ રહેશે અને ક્યાં સુધી મુસાફરો પરેશાન થતા રહેશે ?