Chitrakoot Dham: ભગવાન રામે ચિત્રકૂટ ધામમાં વિતાવ્યા હતા વનવાસના 11 વર્ષ, માતા અનસૂયા સાથે જોડાયેલો છે ઈતિહાસ

Chitrakoot Dham: ભગવાન રામે ચિત્રકૂટ ધામમાં વિતાવ્યા હતા વનવાસના 11 વર્ષ, માતા અનસૂયા સાથે જોડાયેલો છે ઈતિહાસ

Mnf network: ચિત્રકૂટ એ જ સ્થળ છે જ્યાં ભગવાન રામે માતા સીતા અને ભાઈ લક્ષ્‍મણ સાથે 14માંથી 11 વર્ષ વનવાસમાં વિતાવ્યા હતા. તુલસીદાસે લખ્યુ છે કે, ''ચિત્રકૂટ કે ઘાટ પર, ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘિસે, તિલક દેત રઘુબીર''. એનો અર્થ એ છે કે 'ભગવાન રામે તેમને ચિત્રકૂટના ઘાટ પર દર્શન આપ્યાં હતાં

આ એ જ ચિત્રકૂટ ધામ છે, જ્યાં ઋષિ અત્રિ અને માતા સતી અનુસૂયાએ પણ તપ કર્યું હતું. એવું કહેવાય છે કે માતા અનુસૂયાની તપસ્યાના કારણે અહીં મંદાકિની નદીની ઉત્પત્તિ થઈ હતી. માતા અનુસૂયાએ ચિત્રકૂટમાં જ પોતાના ઘરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળ સ્વરૂપમાં રાખ્યા હતા. અહીં માતા સતી અનુસૂયાનું ભવ્ય મંદિર અને આશ્રમ પણ છે.

આજે પણ અહીં રામઘાટ છે, જ્યાં ભગવાન શ્રી રામ સ્નાન કરતા હતા. આ ઘાટ પર રામ ભરત મિલાપ મંદિર પણ છે. આ ઘાટ પર ગોસ્વામી તુલસીદાસજીની પ્રતિમા પણ છે. રામઘાટથી 2 કિલોમીટરના અંતરે મંદાકિની નદીના કિનારે જાનકી કુંડ છે, જ્યાં માતા સીતા સ્નાન કરતા હતા. આ બાબતો પરથી તમે ચિત્રકૂટ ધામનું મહત્વ સમજી શકો છો.

ચિત્રકૂટ ધામ એ ઉત્તરીય વિંધ્ય શ્રેણીમાં આવેલું એક પ્રવાસી નગર છે. ચિત્રકૂટ ધામ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં અને મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવે છે. અહીં પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ ટ્રેન દ્વારા છે.