થર્ટીફર્સ્ટની પાર્ટી માટે રાત્રે 12.30 પછી પોલીસ દંડો ઉગામશે

થર્ટીફર્સ્ટની પાર્ટી માટે રાત્રે 12.30 પછી પોલીસ દંડો ઉગામશે

જકોટ,તા.26 ન્યુયરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે થર્ટીફર્સ્ટની પાર્ટીઓને લઈ રાજકોટ પોલીસ એલર્ટ છે. થર્ટીફર્સ્ટની રાત્રે ન્યુયરના કારણે બંધ કલબોમાં 12.30 સુધી પાર્ટીઓ યોજવા છુટ અપાઈ છે. પણ રાત્રે 12.30 વાગ્યા બાદ પોલીસ પાર્ટીઓ બંધ કરાવી કાર્યવાહી કરશે તેમ પોલીસ કમિશ્નર રાજુભાર્ગવે જણાવ્યું છે.8

પોલીસ કમિશ્નર રાજુભાર્ગવે જણાવ્યું કે,31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી ડ્રાઈવ કરવામાં આવી રહી છે ડ્રીન્ક એન્ડ ફાઈવની આ કાર્યવાહીમાં કેસો કરાયા છે.

સાંજના સમયથી લઈ મોડી રાત્રી પોલીસ ડ્રાઈવ કરે છે. અગાઉ પકડાયેલ બુટલેગરો પર રેડો કરવામાં આવી રહી છે. બે દિવસમાં જુદા-જુદા કેસ કરાયા છે.

બે દિવસમાં સફળ કામગીરી થઈ છે 31 ડિસેમ્બર સુધી આ આયોજન કરવામાં આવશે.અને 31ની રાત્રીએ પાર્ટીો થાય છે.ત્યાં પણ વોચ રખાશે.કોઈ નશો ન કરે અને નશો કરી ડ્રાઈવીંગ ન કરે તેનું ધ્યાન રખાશે.જરૂર જણાય ત્યાં કાર્યવાહી થશે.ગુના નોંધાશે. સીપીએ વધુમાં જણાવ્યું કે નિયમ પ્રમાણે 31 ડિસેમ્બર અને ન્યુયરની પાર્ટી માટે 12.30 સુધી બંધ કલબોમાં છુટ અપાઈ છે.