મી ડેટિંગ માયસેલ્ફ

મી ડેટિંગ માયસેલ્ફ

સોશ્યલ મીડિયામાં આજની પેઢી એટલી બુદ્ધિવાદી બની છે કે પ્રેમની પાછળ પાગલ થવાને તર્કહીન માને છે. પોતે ‘એકલા આવ્યા છે અને એકલા જ જશે’ જેવી સુપર રિયલિટીને આજની જનરેશન બહુ નાનપણથી જ ઘોળીને પી ગઈ છે. આવા સમયે રિલેશનશિપ માટેના તેમના પર્સેપ્શનમાં પણ ધીરે-ધીરે ચેન્જ આવતો જાય છે.

લવ યૉર ઓન સોલિટ્યુડ

.‘માસ્ટર ડેટિંગ’ પોતાની જાત સાથે ડેટ છે, કુલ કન્સેપ્ટ છે. તોયે મને આ શબ્દ નથી ગમતો. એનો એવો મતલબ ન નીકળવો જોઈએ કે તમે સૅડ છો એટલા માટે તમે એક કૂલ ઑલ્ટરનેટિવ શોધ્યો છે. ઘણા લોકો એકલા રહેવાથી ડરે છે. આપણે બધાએ પોતાની સાથે ડેટ કરવી જ જોઈએ. પાર્ટનરશિપમાં જ્યારે લોકો આવું એન્જૉય કરે છે, પછી જ્યારે રિલેશન ટૉક્સિક બને છે ત્યારે તેમને લોનલીનેસ હૅન્ડલ કરતાં નથી આવડતું, પોતાની જાત સાથે શું કરવું એની ખબર નથી પડતી. મને લાગે છે એ ત્યાંથી જ આવેલો કન્સેપ્ટ છે. ‘લવ યૉર ઓન સોલિટ્યુડ’. રિલેશનશિપમાં ફસાયેલા, લોસ્ટ થયેલા, સફોકેટ થયેલા લોકોને આમાં રિલીફ મળે. જ્યારે એક જણ અન્કમ્ફર્ટેબલ બની જાય છે તો એના માટે પણ આ સારો કન્સેપ્ટ છે. ઘણા લૉન્ગ ડિસ્ટન્સ રિલેશન્સ અમુક કારણોસર ટકી નથી શકતા. તેમના માટે આવો કન્સેપ્ટ હેલ્પ કરી શકે. પોતાને ઑક્યુપાય રાખવાનો આ સારો વિકલ્પ છે.’

૨૪ વર્ષના ફિઝિક્સ અને મૅથ્સના ફૅકલ્ટી આદિત્ય સપારિયા કહે છે, ‘મારે કાઉન્સેલિંગ સેશન્સ હોય છે. બાળકોને પ્રેશર હોય છે કે ડેટથી એ લોકો કૂલ દેખાશે. સોસાયટી તેમને ઍક્સેપ્ટ કરશે, પણ આ પ્રોસેસ સેલ્ફ રિયલાઇઝેશન પ્રોસેસ છે. દિલ તૂટે ત્યારે જ રિયલાઇઝ થાય કે એ કેટલું વર્થ હતું. કરીઅર ઓરિયેન્ટેડ લોકોના મગજમાં એવું આવતું જ નથી કે એ લોકો ડેટ કરે. દરેક વ્યક્તિએ સેલ્ફ-લવ અને સેલ્ફ-કૅરમાં માનવું જોઈએ, કારણ કે જ્યારે કોઈ માણસ પોતાની ઍક્ટથી ફુલ્લી અવેર હોય ત્યારે તે બીજાને સારી રીતે રેઝૉનેટ કરી શકે છે. આપણને સૌને સોશ્યલ ગ્રેટિફિકેશન જોઈએ છે, જે બીજાની નજરે જ હોવું જોઈએ. આપણા નાખુશ રહેવાનાં કારણો પણ આમાં જ છુપાયેલાં છે. કોવિડ વખતે ઘણા લોકોનાં કનેક્શન તૂટ્યાં એ પછી મોટા-મોટા લોકો માનસિક રીતે તૂટી ગયેલા. સુસાઇડ કેસ વધી ગયા ત્યારે એ અલાર્મ હતું કે તમે પોતાના અસ્તિત્વ માટે બીજા પરની ડિપેન્ડન્સી ઘટાડો. જો માણસ પોતાને પ્રેમ કરતો હોય તો આવા કન્સેપ્ટ થ્રૂ પોતાને એક્સપ્લોર કરવા સાથે આખા વર્લ્ડ માટે પણ ન્યુ વિઝન એસ્ટૅબ્લિશ કરવામાં મદદરૂપ થઈ શકે. અંતર્મુખીઓ આવા કન્સેપ્ટને વધુ ફૉલો કરતા હશે કદાચ. હા, નેસેસરી નથી; પણ એવા લોકો, જે લોકો પોતાની લાઇફમાં જ રચ્યાપચ્યા હોય છે તેમના માટે આ કન્સેપ્ટ જરૂરી છે. વ્યક્તિ કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે એના પર પણ આધાર રાખે છે. મારા મતે લવ કન્ડિશનલ હોઈ શકે કદાચ, પણ ટ્રસ્ટ તો અનકન્ડિશનલ જ હોવો જોઈએ. મારી ઉંમરના ઘણા લોકો પાર્ટનર શોધે છે. ક્યુરિયોસિટીથી એકની જગ્યાએ બહુ બધા લોકોને ડેટ કરે છે. જાણે જાહેર કરે છે કે એકલા નથી રહેવાતું. અંતે તેમનું બધું જ દાવ પર લગાવે છે. સામેવાળાની પસંદ મુજબ વર્તતા તે પોતાને ખોઈ બેસે છે. માસ્ટર ડેટિંગ કદાચ આ મેસ ટાળી શકે.’