મોદીજી તમારા મંત્ર નથી જોઈતા, દેશને ઓક્સિજન, દવા અને બેડ જોઈએ છે, જાણો-કોણે કર્યો આવો કટાક્ષ ?

મોદીજી તમારા મંત્ર નથી જોઈતા, દેશને ઓક્સિજન, દવા અને બેડ જોઈએ છે, જાણો-કોણે કર્યો આવો કટાક્ષ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં ભારતમાં કોરોનાની ભયંકર પરિસ્થિતિ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે દેશને હચમચાવી નાખનારા વાયરસની બીજી લહેર સામે લડવા માટે સકારાત્મક અભિગમ જ ચાવી છે. આ દરમિયાન વડાપ્રધાને ઘણા હેલ્થ એક્સપર્ટ્સ, લેબ ટેક્નિશિયન અને ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે છેલ્લા એક વર્ષમાં રોગચાળા સાથેના તેમના અનુભવ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, આપણે ટૂંક સમયમાં આ સંકટમાંથી બહાર આવીશું.

જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત ને લઈને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા કટાક્ષ પણ કરવામાં આવ્યા છે. જોકે હાલની કોરોના ની બીજી લહેર માં જે પરિસ્થિતિ કપરી બની છે તેને લઈને દેશવાસીઓમાં ક્યાંકને ક્યાંક છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે.  કેટલાક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'મન કી બાત' સામે છુપો રોષ પ્રગટ કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના ટ્વીટ પર અંકુશ નામના યૂઝરે લખ્યું કે "જ્ઞાન ન આપો મોદીજી... કામ કરો કામ... જેના માટે અમે તમને મોકલ્યા છે... નથી સંભાળી શકતા તો રિઝાઇન કરી દો... હવે વધારે જ્ઞાન નહીં..ઓક્સિજન આપો, દવા આપો, વૅક્સિન આપો, હૉસ્પિટલમાં બેડ આપો. આ જ્ઞાન અમે પછી લઈશું."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્ર આપ્યો હતો કે 'દવાઈ ભી- કડાઈ ભી' જેના પર નમ્રતા નામના યૂઝરે લખ્યું હતું કે અમારે તમારા મંત્ર નથી જોઈતા મોદીજી, દેશને ઑક્સિજન જોઈએ છે.

નદીમ ખાન નામના યુઝરે લખ્યું છે, "શેની સાવધાની સર નિયમ તો તમે ખુદ તોડી રહ્યા છો, દેશના અલગ અલગ રાજ્યોમાં હજારો લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે છતાં પણ તમે બંગાળમાં લાખો લોકોની ભીડ એકઠી કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. બંગાળની પણ સ્થિતિ આજે યુપી છે તેવી થવી જોઈએ તેના જવાબદાર માત્ર તમે હશો."

કેટલાક લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલની પ્રશંશા પણ કરી અને કહ્યું કે દેશને જ્યારે જુસ્સાની જરૂર છે ત્યારે તમે બળ આપ્યું છે. યોગી કોટ્ટારે નામના યુઝરે વડા પ્રધાનની તમામ લોકોને રસી આપવાની વાતની પ્રશંસા કરતા લખ્યું કે "ઉત્તમ પગલું. પૉઝિટિવ વાઇબ્સની જરૂર હતી અને આપણે સાથે મળીને આપણે જીતીશું. તમામ કોરોના વોરિયર્સને સલામ, વૅક્સિન લઈ લો."