નરેન્દ્ર મોદીએ પાટીદારોને એક આગ્રહ કર્યો અને દોઢ લાખ લોકોએ સંકલ્પ લીધો, ગબ્બર પર સ્થાપિત 51 શક્તિપીઠોનું જાણો રહસ્ય

નરેન્દ્ર મોદી : વર્તમાનના વિવેકાનંદ

નરેન્દ્ર મોદીએ પાટીદારોને એક આગ્રહ કર્યો અને દોઢ લાખ લોકોએ સંકલ્પ લીધો, ગબ્બર પર સ્થાપિત 51 શક્તિપીઠોનું જાણો રહસ્ય

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ગુજરાતમાં 2007માં ચૂંટણી જીતી મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ નરેન્દ્રભાઈએ જે કામગીરી કરી એનાથી ગુજરાતીઓના દિલમાં તેમને વિશેષ સ્થાન મળી ગયું. નરેન્દ્ર મોદીની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમના ભાષણોમાં હકારાત્મકતા ભરી ઉર્જા છલકાતી હતી જે દરેક ગુજરાતીમાં એક નવી આશા નો સંચાર કરતી હતી. તેમના શબ્દોમાં અને સંકલ્પોમાં એક અનોખો પ્રભાવ જોવા મળતો હતો. જેને લઈ તેમની વહીવટીય પ્રક્રિયા અંદાજ કરતા વધારે સરળ અને ઝડપી બની હતી.

2009માં ઊંઝા ઉમિયા માતાજીના 18 મા શતાબ્દી રજત જયંતિ મહોત્સવ ની ઉજવણી થવા જઈ રહી હતી, ત્યારે ઊંઝા ઉમિયા માતાના અગ્રણીઓ નરેન્દ્રભાઈ મોદીને મળવા માટે અને આમંત્રણ આપવા માટે ગયા હતા. જોકે આ મહોત્સવમાં વિશ્વના તમામ કડવા પાટીદારો જોડાવાના હતા. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સમક્ષ ઉમિયા માતા સંસ્થાનના અગ્રણીઓએ એક બ્લડ ડોનેશન કેમ કરીને વિશ્વ રેકોર્ડ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.જેને સાંભળી નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, " આપનો વિચાર સારો છે, પરંતુ આટલા બધા રક્તની સ્ટોરેજ કેપેસિટી ની જો વ્યવસ્થા નહીં થાય તો રક્ત બગડી શકે છે."

 ત્યારબાદ તેમણે જણાવ્યું કે, " કડવા પાટીદારો માં સૌથી વધારે ખેડૂતો છે, જેઓ ખેતી સાથે સંકળાયેલા છે અને હાલમાં પાણીની ખૂબ જ અછત છે ત્યારે મારો આપ સૌને એક આગ્રહ છે કે આ મહોત્સવમાં જેટલા પણ ખેડૂતો આવે એમની પાસે ટપક સિંચાઈ પદ્ધતિ માટેનો સંકલ્પ લેવડાવવામાં આવે ઉપરાંત એક કૃષિ એક્ઝિબિશન ની વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેડૂતો ને વધારે ફાયદો થઈ શકે."  જો કે આ માટે જીજીઆરસી ના સ્ટાફ ને નરેન્દ્રભાઈએ મોકલ્યો હતો અને આ મહોત્સવ દરમિયાન 1,50,000 (દોઢ લાખ) ખેડૂતોએ ડ્રીપ ઇરીગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ હતી નરેન્દ્ર ભાઈ મોદીના એક નાનકડા વિચારની તાકાત.

ત્યારબાદ 2012માં ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા હતા અને માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકોના દિલમાં તેમણે એક વિશેષ સ્થાન બનાવી લીધું હતું. લોકોને નરેન્દ્ર મોદીમાં એક વિશિષ્ટ અનોખી વિભૂતિના દર્શન થવા લાગ્યા હતા જોકે રાજકીય પ્રવાહોની સાથે સાથે તેમણે ધાર્મિક આસ્થાઓને પણ એટલું જ મહત્વ આપ્યું છે તેમના ત્રીજી વખત મુખ્યમંત્રી ના કાર્યકાળ દરમિયાન તેમણે અંબાજી ગબ્બર ની આજુબાજુ 51 શક્તિપીઠોની સ્થાપના કરાવી હતી.

અત્રે નોંધનીય છે કે આ 51 શક્તિપીઠોની સ્થાપનાની વિશેષતા એ છે કે સમગ્ર દેશમાં જે વિવિધ 51 આદ્યશક્તિ પીઠો છે એ તમામ શક્તિપીઠ મંદિરો જેવા જ મંદિરોની કૃતિ તેમણે ગબ્બરની આસપાસ બનાવડાવી અને આ શક્તિપીઠોમાં જે પ્રમાણે પૂજા અને આરતી થાય છે તે મુજબ જ ગબ્બર ની આજુબાજુ રહેલા તમામ 51 શક્તિપીઠ સ્થાનોમાં દરરોજ પૂજા આરતી થાય છે કદાચ કોઈ પણ શ્રદ્ધાળુ આ શક્તિપીઠો નિહાળે તો તેને જે તે શક્તિપીઠ માં ખરેખર દર્શન કરી રહ્યા હોય તેઓ અનુભવ થાય છે.