સુરત જિલ્લા ના નવા કલેકટર ડો.સૌરભ પારધી : આયુષ ઓક હવે વલસાડ કલેકટર બન્યા

સુરત જિલ્લા ના નવા કલેકટર ડો.સૌરભ પારધી : આયુષ ઓક હવે વલસાડ કલેકટર બન્યા

સૌરભ પારધી અગાઉ જૂનાગઢ અને જામનગર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

ડો.સૌરભ પારધી પોતે એમ.બી.બી.એસ છે

કોરોના કાળમાં પ્રસંશનીય કામગીરી કરી હતી

કોરોના કાળમાં જ ડો.પારધી ના ઘરે આવ્યા હતા ખુશીના સમાચાર : ડો.પારધી બે જોડિયા બાળકો ના બન્યા હતા પિતા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) :  સુરત જિલ્લા કલેકટર સહિત સમગ્ર રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. ચૂંટણીલક્ષી આ બદલીઓના દોરમાં સુરત જિલ્લાના નવા કલેક્ટર કોણ હશે તેની આતુરતાનો આજે અંત આવ્યો હતો.

સુરત જિલ્લાના કલેકટર આયુષ ઓકને વલસાડ કલેકટર તરીકે બદલી તેમના સ્થાને ગાંધીનગર ટુરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે હાલ ફરજ બજાવી રહેલા વર્ષ 2011 ની બેચના આઈએએસ અધિકારી ડો. સૌરભ પારધીને નિયુક્ત કરાયા છે. હવેથી સુરત જિલ્લાના નવા કલેક્ટર ડો. સૌરભ પારધી રહેશે. તેમને એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અને તેઓ મૂળ મહારાષ્ટ્રના વિદર્ભમાં ગોંડીયા જિલ્લાના વતની છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના કલેકટર આયુષ ઓક પણ મુળ મહારાષ્ટ્રના જ હતા. આયુષ ઓકએ સુરતમાં નોંધનીય કામગીરી બજાવી હતી..

બદલી પહેલા કલેકટર આયુષ ઓક દ્વારા કરોડો ની જમીનનું બુલેટ ટ્રેન માટે સંપાદિત કરી : 5 હજાર કરોડ જેટલું વળતર ખેડૂતો ને ચૂકવાયું

બુલેટ ટ્રેનના રૂટમાં આવતા 28 ગામડાની કુલ 144.74 હેક્ટર જમીનનું સંપાદન કરાયું છે. તે માટે 2100 કરોડની મોટી રકમનું વળતર ચૂકવવામાં આવ્યું છે. તે ઉપરાંત ડીએફસીસીના રૂટમાં આવતા 35 ગામની 194.56 હેક્ટર જમીનને 781 કરોડનું વળતર ચૂકવી સંપાદિત કરાઈ છે. મેટ્રોના રૂટમાં આવતી 2.1 હેક્ટર જમીનને 72 કરોડ ચૂકવી સંપાદિત કરાઈ છે. આ ઉપરાંત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના રૂટમાં આવતા સુરત જિલ્લાના 37 ગામોની 615 હેક્ટર જમીન સંપાદિત કરાઈ છે. આ જમીનના સંપાદન માટે 2658 કરોડની માતબર રકમનું ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે. હજુ 116 કરોડ ચૂકવવાના બાકી છે. આમ, સુરત જિલ્લા કલેક્ટરે ખેડૂતોને 5000 કરોડથી વધુનું વળતર ચૂકવી મોટી માત્રામાં જમીન સંપાદિત કરી છે.