એક મત અંતરિક્ષમાં ભારતનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરાવશે: PM મોદી

એક મત અંતરિક્ષમાં ભારતનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરાવશે: PM મોદી

Mnf network:  આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. જેમાં PM મોદીનો વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ યોજાયો છે. તેમાં પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદાતાઓ સાથે સંવાદ કર્યો છે. જેમાં કાર્યક્રમનું નામ "નમો મતદાતા સંવાદ' રાખવામાં આવ્યું છે.

દેશભરમાં 5 હજારથી વધુ સ્થળોએ કાર્યક્રમનું આયોજન થયુ છે. જેમાં PM મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરતા જણાવ્યું છે કે દેશના નવા મતદારોને નમન. રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા. તમારો વોટ નક્કી કરશે કે ભારતની દિશા શું છે. ભારતના યુવાનો પર દેશને સ્વતંત્ર કરાવવાનો મદાર હતો. હવે યુવાનો પર ભારતને વિકસિત બનાવવાની જવાબદારી છે. અનેક સ્વતંત્રતા સેનાનીઓની ઉંમર 18 થી 25 વર્ષની હતી. તેમના નામ આજે પણ સવર્ણ અક્ષરોમાં લખાય છે. તમારી સામે આજે એવી જ તક છે. નામ સ્વર્ણાક્ષરોમાં કઇ રીતે લખાય તે તમારે નક્કી કરવાનુ છે. આગામી વર્ષોમાં આપણે ક્યાં પહોંચીશું તે યુવાનો પર નિર્ભર છે.