વડાપ્રધાનનાં "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ

વડાપ્રધાનનાં "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ

Mnf network: ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાનનાં ઈન્ટકરએક્ટીવ કાર્યક્રમ "પરીક્ષા પે ચર્ચા"ની સાતમી આવૃતિ જાન્યુઆરી/ફેબ્રુઆરી ૨૦૨૪માં ટાઉનહોલ ફોર્મેટ, ટાલકટોરા સ્ટેડિયમ, ન્યુ દિલ્હી ખાતે યોજાનાર છે.

જેનો ઉદ્દેશ્ય આવનારી બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ નિર્ભયપણે આત્મવિશ્વાસ પૂર્વક આપી શકે તે માટેનો છે. જેમાં વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે તા. ૧૨/૧૨/૨૦૨૩થી તા.૧૨/૦૧/૨૦૨૪ દરમ્યાન https:/innovateindia.mygov.in/ppc-૨૦૨૪ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે MCQ આધારિત પ્રશ્નોની સ્પર્ધામાં ભાગ લઈને પ્રશ્નો પૂછી શકે છે. જેનો ઈન્ટ રએક્ટીવ કાર્યક્રમમાં સમાવેશ થઈ શકે છે. તમામ સહભાગીઓને નિયામક, NCERT દ્વારા સહી કરેલ પ્રમાણપત્ર આપવામાં આવશે.