ખેડા અને દ્વારકાના શહીદ પરિવારોને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા 1 કરોડનું સન્માન, હકીકત જાણી ચોકી જશો

ખેડા અને દ્વારકાના શહીદ પરિવારોને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા 1 કરોડનું સન્માન, હકીકત જાણી ચોકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  દિલ્હીની આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા દિલ્હી માંથી કોઈપણ વ્યક્તિ શહીદ થાય તો તે શહીદના પરિવારને 1 કરોડ રૂપિયા સન્માન રાશી આપવામાં આવે છે. દિલ્લી સરકાર માત્ર આર્મી જવાન જ નહીં બલ્કે પોલીસ, ફાયર, સફાઈ કર્મચારી, સિવિલ ડિફેન્સ ઉપરાંત કોરોનાની મહામારી દરમિયાન જીવ ગુમાવનાર શહિદોને એક કરોડ રૂપિયા સહાય આપે છે.

જોકે સમય અગાઉ શહીદોના પરિવારજનોને એક કરોડ રૂપિયા સહાય આપવાની જાહેરાત કેજરીવાલ સરકારે પોતાના બજેટ દરમિયાન કરી હતી. જે અંતર્ગત દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા અત્યાર સુધીમાં અનેક શહીદોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય આપી છે. ત્યારે દિલ્હીના વિસ્તાર ગણાતા ખેડા અને દ્વારકાના શહીદોને પણ એક કરોડ રૂપિયા સન્માન રાશિ કેજરીવાલ સરકાર દ્વારા આપવામાં આવી છે.દિલ્હીના સુનિત મોહંતી (એરફોર્સ) દ્વારકા(દિલ્હી) અને પ્રવેશ કુમાર(સિવિલ ડિફેન્સ), ખેડા(દિલ્હી) ના પરિવારજનોને 1 કરોડ સન્માન રાશી આપવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે સમય અગાઉ કોરોનાની મહામારી માં કોરોના વોરિયર્સ તરીકે કામ કરનાર કોરોના યોદ્ધા એવા એક શિક્ષક કે જેઓ કોરોના દરમિયાન સેવા બજાવતા મોતને ભેટ્યા હતા તેમના પરિવારને કેજરીવાલ સરકાર દ્વારા એક કરોડની સન્માન રાશિ આપવામાં આવી હતી. ત્યારે દિલ્હીના ભાજપના કેટલાક નેતાઓ દ્વારા અપપ્રચાર દ્વારા લોકોમાં કોમી અસહિષ્ણુતા ફેલાવવાના પણ નિંદનીય પ્રયાસો થયા હતા. જો કે કેજરીવાલ સરકાર દ્વારા નાતજાત કે ધર્મનો ભેદભાવ રાખ્યા વિના શહીદ થનાર દરેક શહીદ ના પરિવારને એક કરોડની સન્માન રાશિ આપવામાં આવે છે.