દેશના 58 એરપોર્ટે, તેમના વીજળીના વપરાશને સંપૂર્ણપણે ગ્રીન એનર્જીમાં રૂપાંતરિત કરી દીધો

દેશના 58 એરપોર્ટે, તેમના વીજળીના વપરાશને સંપૂર્ણપણે ગ્રીન એનર્જીમાં રૂપાંતરિત કરી દીધો

Mnf network  : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) એ જણાવ્યું છે કે, હાલમાં ભારતના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત 58 એરપોર્ટ્સે તેમના પાવર વપરાશને સંપૂર્ણપણે ગ્રીન એનર્જીમાં રૂપાંતરિત કરી દીધો છે. આ ઉપરાંત એએઆઈ, નજીકના ભવિષ્યમાં તેના તમામ એરપોર્ટને 100 ટકા રિન્યુએબલ એનર્જી પર ચલાવવાનું લક્ષ્‍ય રાખે છે.

ભારતમાં લગભગ 150 એરપોર્ટ છે. એએઆઈ એ 2024 સુધીમાં 100% ગ્રીન એનર્જીનો ઉપયોગ, હાંસલ કરવા માટે મહત્વાકાંક્ષી લક્ષ્‍યાંકો નક્કી કર્યા છે. આ પછી, 2030 સુધીમાં શુધ્ધ-શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનો લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યો છે.