કોરોના કાળમાં 68 વર્ષના રાજેન્દ્ર પાટીદારે ઓક્સિજન લેવલ વધારવા અપનાવ્યો અનોખો પ્રયોગ : જાણીને તમને પણ આ પ્રયોગ કરવાની ઈચ્છા થશે

કોરોના કાળમાં 68 વર્ષના રાજેન્દ્ર પાટીદારે ઓક્સિજન લેવલ વધારવા અપનાવ્યો અનોખો પ્રયોગ : જાણીને તમને પણ આ પ્રયોગ કરવાની ઈચ્છા થશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં કોરોના કાળમાં લોકો પોતાનું ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે લોકો જાતજાતના અખતરા કરતા હોય છે. કારણકે કોરોના ની આ બીજી લહેર માં સામાન્ય રીતે લોકો નું ઓક્સિજન લેવલ ઘટી જવાની સૌથી વધારે ફરિયાદો આવી છે. પરિણામે લોકો ક્યાંક મોતને પણ ભેટે છે. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરના ૬૮ વર્ષના એક બુઝુર્ગ પાટીદાર એ પોતાનું ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે એક અનોખો અખતરો અપનાવ્યો છે. જે જાણીને ખરેખર તમને નવાઈ લાગશે.

આજતક મીડિયા નેટવર્ક ના અહેવાલો મુજબ મધ્યપ્રદેશના ઈંદોરમાં રહેતા ૬૮ વર્ષના બુઝુર્ગ રાજેન્દ્ર પાટીદાર પોતાનું ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે તેઓ પીપળાના ઝાડ ઉપર ચઢીને પોતાનો સમય પસાર કરે છે. રાજેન્દ્ર પાટીદારે પીપળાના ઝાડ ઉપર ખુશીઓ વડે પોતાની સરસ મજાની બેઠક બનાવી દીધી છે. તેઓ પોતે ખેડૂત હોઇ ઝાડ ઉપર સરળતાથી લડી શકે છે. જોકે ૬૮ વર્ષની ઉંમર હોવા છતાં ૧૮ વર્ષના યુવાન જેવી તેમનામાં સફુરતી જોવા મળી રહી છે. ત્યારે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે.

રાજેન્દ્ર પાટીદાર પોતાનું ઓક્સિજન લેવલ વધારવા માટે આ પીપળના ઝાડ ઉપર દરરોજ બેથી ત્રણ કલાક જેટલો સમય વિતાવે છે. એટલું જ નહીં તેઓ પ્રાણાયમ તેમજ જુદા જુદા આસનો પણ કરે છે અને પોતાનો ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરે છે. તેઓ હાલની વર્તમાન પેઢીને સંદેશો આપતા જણાવે છે કે, ' વર્તમાન સમયમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા હવે વધુમાં વધુ વૃક્ષો વાવવા જરૂરી છે. એમાંય ઓક્સિજન લેવલ વધારે તેમજ પ્રાણવાયુ હવામાં વધારે છોડતા હોય તેવા પીપળ જેવા વૃક્ષો વાવવામાં આવે એવો રાજેન્દ્ર પાટીદાર દ્વારા વર્તમાન પેઢીને સંદેશ આપવામાં આવ્યો છે.'