રિલાયન્સ રિટેલ અને એસબીઆઈ કાર્ડ સાથે મળીને પ્રસ્તુત કરે છે રિલાયન્સ એસબીઆઈ કાર્ડ

રિલાયન્સ રિટેલ અને એસબીઆઈ કાર્ડ સાથે મળીને પ્રસ્તુત કરે છે રિલાયન્સ એસબીઆઈ કાર્ડ

Mnf network: ભારતની સૌથી મોટી ક્રેડિટ કાર્ડ જારી કરનારી કંપની એસબીઆઈ કાર્ડ અને ભારતના સૌથી મોટા રિટેલર, રિલાયન્સ રિટેલ સાથે મળીને લોંચ કરી રહ્યા છે 'રિલાયન્સ એસબીઆઈ કાર્ડ'. આ અનોખા લાઈફસ્ટાઈલ-કેન્દ્રિત ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચની બદલાતી જરૂરિયાતો ધરાવતા માસથી પ્રિમિયમ સુધીના સેગમેન્ટના ગ્રાહકોને એક નવીનતમ અને રિવોર્ડિંગ શોપિંગની અનુભૂતિ ઓફર કરવામાં આવે છે

કાર્ડધારકોને આ કાર્ડ રિલાયન્સ રિટેલની ફેશન અને લાઈફસ્ટાઈલથી લઈને ગ્રોસરી, ક્ધઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સથી માંડીને ફાર્મા, ફર્નિચરથી લઈને જ્વેલરી તથા બીજી ઘણી વ્યાપક રેન્જ ધરાવતી સઘન અને વૈવિધ્યસભર ઈકો-સિસ્ટમમાં વ્યવહાર કરીને લાભો તથા રિવોર્ડનો ખજાનો ખોલવા સક્ષમ બનાવે છે. 

બે ઉદ્યોગ અગ્રણીઓ વચ્ચેનું આ સોહાર્દપૂર્ણ જોડાણ વ્યાપક ઉપભોક્તા પહોંચ તથા અનોખી રિટેલ પ્રસ્તાવના ધરાવતી રિલાયન્સ રિટેલની સાથે એસબીઆઈ કાર્ડના સઘન નેટવર્કનો લાભ ઉઠાવવાનો ઉદ્દેશ ધરાવે છે જેથી વિશેષ વેલકમ બેનિફિટ્સથી માંડીને ખાસ-તૈયાર કરાયેલા પ્રવાસ તથા મનોરંજન બેનિફિટ્સ, તેમજ ખાસ ખર્ચ-આધારિત માઈલસ્ટોન રિવોર્ડ્સ જેવા કે રિન્યુઅલ ફી વેઈવર અને રિલાયન્સ રિટેલના સંપૂર્ણ નેટવર્કમાં વ્યવહાર કરવા માટેના રિલાયન્સ રિટેલ વાઉચર્સ જેવા એક્સક્લુઝિવ રિવોર્ડ્સને પ્રસ્તુત કરી શકાય. 

આ કો-બ્રાન્ડેડ કાર્ડને બે વેરિઆન્ટ- રિલાયન્સ એસબીઆઈ કાર્ડ અને રિલાયન્સ એસબીઆઈ કાર્ડ પ્રાઈમમાં લોંચ કરાયું છે.