વાયબ્રન્ટ ગુજરાતને લઈ ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

વાયબ્રન્ટ ગુજરાતને લઈ ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

જાન્યુ.થી 13 જાન્યુઆરી સુધી જાહેરનામું અમલી

જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રહેશે

ચ 0 થી ચ 5 રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો

Mnf network: રાજ્યમાં આગામી જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબ્લ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગાંધીનગર કલેકટરે એક મહત્વનું જાહેરનામુ બહાર પાડ્યું છે.

વિવિધ રસ્તાઓને લઈ આ જાહેરનામુ બહાર પાડ્યું છે. 

આ રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. જેમાં સર્કિટ હાઉસથી જીમખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. જેમાં વિવિધ સ્થાનો પર ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે.

તેમજ જાહેરનામા મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો છે