માતા પિતા ચેતજો ! શાળા માંથી ફોન આવ્યો, " તમારી દીકરી શાળામાં નથી આવી " અને કહાનીમાં નવો ટવીસ્ટ આવ્યો

માતા પિતા ચેતજો ! શાળા માંથી ફોન આવ્યો, " તમારી દીકરી શાળામાં નથી આવી "  અને કહાનીમાં નવો ટવીસ્ટ આવ્યો

વાહનમાં સ્કૂલે જતી દીકરીનાં મા-બાપ માટે બોધપાઠ વડોદરામાંથી પુત્રી શાળાને બદલે રોમિયો સાથે ડાકોર જતી રહી

શાળાથી ફોન આવ્યો-‘તમારી દીકરી શાળામાં નથી આવી’

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : વડોદરાના 15 વર્ષીય સગીરા શાળા જવાને બદલે મિત્ર સાથે ડાકોર ફરવા જતી રહી હતી. જેથી પરિવારને ચિંતા થઈ હતી.માણેજામાં રહેતા દામિની બહેન (નામ બદલ્યું છે) 7 મહિના પહેલા પરિવાર સાથે અમદાવાદથી વડોદરા રહેવા માટે આવ્યા છે. બુધવારે દામિની બહેનની મોટી દીકરી સંજના (નામ બદલ્યું છે) અને નાનો દીકરો સવારે શાળાએ જવા માટે નિકળ્યા હતા.

થોડા કલાકો બાદ દામિનીબહેન પર શાળામાંથી શિક્ષકનો ફોન આવ્યો. હતો કે આજે સંજના શાળાએ નથી આવી. જેથી તેના માતા-પિતા દીકરીને શોધળોખ કરતા સંજના ક્યાંય મળી નહોતી. પરંતુ શાળા છૂટવાના સમયે તે શાળાના દરવાજાની નજીક ઉભી હતી. જેથી તેના માતા-પિતાએ આ બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે તેના અમદાવાદ ખાતે રહેતા મિત્ર કિરણ ઠાકુર સાથે ડાકોર ફરવા માટે ગઈ હતી. મેઘનાનો પરિવાર અમદાવાદમાં હતો ત્યારે તેની શાળામાં કિરણ ઠાકુર વેન ડ્રાઈવર હતો. તે બંન્ને વચ્ચે છેલ્લા 5 વર્ષથી મિત્રતા હતી. અગાઉ પણ 2 વાર મેઘના અમદાવાદથી કિરણ સાથે ઘરેની નીકળી ગઈ હતી.