મુસાફરો આનંદો ! સિધ્ધપુર - ખેરાલુ માટે એસ.ટી.બસ.નો નવો રૂટ શરૂ કરાયો, જાણો સમય સહિતની માહિતી

મુસાફરો આનંદો ! સિધ્ધપુર - ખેરાલુ માટે એસ.ટી.બસ.નો નવો રૂટ શરૂ કરાયો, જાણો સમય સહિતની માહિતી

ભારતીય જનસેવા મંચ સંગઠનના કન્વીનર મૌલિક પટેલ દ્વારા કરાઈ હતી ઉગ્ર માંગ

મહેસાણા ડિવિઝન કંટ્રોલર જી.એચ.ગોસ્વામી દ્વારા મુસાફરોની હાલાકી ને ધ્યાનમાં રાખી ખેરાલુ ડેપો મેનેજર ને આપવામાં આવી સૂચના

ખેરાલુ ડેપો મેનેજર અશોકભાઈ દ્વારા મુસાફરોની સગવડતા માટે બપોરના સમયે 3.00 થી 6.00 વચ્ચે એસટી બસ શરૂ કરાઇ 

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સિદ્ધપુર - ખેરાલુ તરફ જવા માટે નવા એસટી બસના રૂટ ની માગણી ભારતીય જનસેવા મંચના કન્વીનર મૌલિક પટેલ દ્વારા કરવામાં આવી હતી. જેને લઇને ખેરાલુ ડેપો દ્વારા ખેરાલુ થી સિદ્ધપુર અને સિધ્ધપુર થી ખેરાલુ આવવા- જવા માટે નો નવો એસટી બસ રૂટ શરૂ કરાયો છે. જેને લઈ મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

સિધ્ધપુર થી ખેરાલુ તરફ જવા માટે બપોરે 3 વાગ્યા થી 6 વાગ્યાની વચ્ચે એક પણ એસટી બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે મુસાફરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ભારે હાલાકી પડી રહી હોવાને કારણે ભારતીય જન સેવા મંચના મૌલિક પટેલ દ્વારા સિદ્ધપુર - ખેરાલુ ના નવા એસ.ટી.રૂટ શરૂ કરવાની ઉગ્ર માંગ કરાઇ હતી. જેને લઈને ખેરાલુ ડેપો દ્વારા સિધ્ધપુર ખેરાલુ માટે નવો એસ.ટી રૂટ શરૂ કરવામાં આવ્યો છે.

મહેસાણા ડિવિઝન કંટ્રોલર જી.એચ.ગોસ્વામી દ્વારા આપવામાં આવેલી સુચના સંદર્ભે ખેરાલુ ડેપો મેનેજર અશોકભાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ખેરાલુ થી બપોરે 2.45 કલાકે સિદ્ધપુર માટે બસ ઉપડશે. અને સિદ્ધપુર થી ખેરાલુ પરત આવવા આશરે 4.00 કલાકે ઉપડશે. જે આશરે 5.00 વાગ્યે ખેરાલુ પહોંચશે.આ બસ સેવા શરૂ કરવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં મુસાફરોને ફાયદો થશે.