ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતી ભવ્ય શાકોત્સવ ઉજવાયો 

ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતી ભવ્ય શાકોત્સવ ઉજવાયો 

200 કિલો રીંગણનુ શાક, 1500 નંગ બાજરીના રોટલા, 400 કિલો શીરો બનાવાયો

1300 થી વધુ હરિભકતો એ લાભ લીધો.

શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વ હસ્તે સૌ પ્રથમ લોયા ગામ મા 225 વર્ષ પહેલા શરૂઆત કરી હતી. તેમની સ્મૃતિ મા આયોજન કરવામા આવ્યુ હતુ.

મોર્નિંગ ન્યુઝ ફોકસ , ઊંઝા : ઊંઝા શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર, બ્રાહ્મણ શેરી ના પૂજનીય ઉત્સાહી સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી શ્રી અનુપમદાસજી તથા શાસ્ત્રી સ્વામી સુજ્ઞેશદાસજી ની પ્રેરણા થી મંદિર ના સત્સંગી હરિભકતો ના સહકાર થી ભવ્યાતી ભવ્ય શાકોતસવ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.

        જેમા બિલીયા સ્વામિનારાયણ મંદિર ના મહંત શ્રી શાસ્ત્રી સ્વામી વ્રજ વિહારી સ્વામી હાજર રહ્યા હતા.તથા આ શાકોતસવ મા હરિભકત ભાઈઓ અને બહેનો એ પ્રસાદ નો લાભ લઈ ધન્યભાગી થયા હતા.