શિયાળામાં સૂતાં સમયે જકડાઈ જાય છે પગ? હોઈ શકે છે વિટામિનની કમી

શિયાળામાં સૂતાં સમયે જકડાઈ જાય છે પગ? હોઈ શકે છે વિટામિનની કમી

Mnf network:  ઘણી વાર રાત્રે પગ જકડાઈ જાય છે ન્યૂરોટ્રાંસમીટરનું લેવલ વધઘટ થવાથી આ સમસ્યા થાય. ઘણા લોકોને પગમાં ખંજવાળ અને ઝણઝણાટી થાય છે. જેથી ઘણી વાર પગ હલાવવાની આદત પડી જાય છે. આ બાબતને સામાન્ય ના ગણી શકાય. જેને 'રેસ્ટલેસ લેગ સિંડ્રોંમ' કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં બેચેની થાય છે અને ખૂબ જ દુખાવો થાય છે.

વિટામીન 'બી'ની ઊણપ- અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, વિટામીન 'બી'ની ઊણપ થવાને કારણે આ પ્રકારની સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. આ કારણોસર વિટામીન બી6 અને વિટામીન બી12થી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. 

વિટામીન 'સી'ની ઊણપ- શરીરમાં વિટામીન 'સી'ની ઊણપના કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. કિડનીના દર્દીઓને રેસ્ટલેસ લેગ સિંડ્રોમ થવાનું જોખમ વધુ રહે છે. આ કારણોસર વિટામીન 'સી'થી ભરપૂર ડાયટ લેવી જોઈએ. જેથી કિડની યોગ્ય પ્રકારે કામ કરશે. લીંબુ, સંતરા, આમળા, નારંગી, ટમેટા અને દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં વિટામીન 'સી' રહેલુ હોય છે. 

વિટામીન 'ડી'ની ઊણપ- શરીરમાં વિટામીન 'ડી'ની કમીના કારણે ડોપામાઈન ડિસફંક્શનનું જોખમ રહે છે. જેથી પગ જકડાઈ જાય છે. આ કારણોસર દરરોજ તડકામાં બેસવું જોઈએ. તડકો ના મળે તો ડાયટમાં દૂધ, આખુ અનાજ, સંતરા, બેરીઝ, ફેટી ફિશ, ફિશ ઓઈલ, મશરૂમ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. 

વિટામીન 'ઈ'ની ઊણપ- કિડનીના દર્દીઓ માટે વિટામીન 'ઈ' ખૂબ જ જરૂરી છે. ક્રોનિક કિડની બિમારીથી પીડાતા દર્દીઓએ વિટામીન 'ઈ'થી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ. બદામ, એવોકાડો, ટામેટા, પાલક, કીવી, કોળુ અને સૂરજમુખીમાં ભરપૂર માત્રામાં વિટામીન 'ઈ' રહેલું છે.