ખોટું અર્થઘટન ? ગૃહમંત્રીએ રાત્રે 12 પછી લાઉસ્પીકર વગાડી શકાશે એવો કોઈ આદેશ કે સૂચના આપી છે ? જાણો સત્ય

ખોટું અર્થઘટન ?  ગૃહમંત્રીએ રાત્રે 12 પછી લાઉસ્પીકર વગાડી શકાશે એવો કોઈ આદેશ કે સૂચના આપી છે ? જાણો સત્ય

રાત્રે 12 પછી લાઉસ્પીકર વગાડવાની છૂટ હોવાનો ગૃહ મંત્રીએ નથી કર્યો ઉલ્લેખ

મીડિયા ના અર્થઘટન માં અર્ધ સત્યત્તા

રાત્રે મોડે સુધી ગરબા રમવામાં ખેલૈયાઓ ને તકલીફ ન પડે તેનું પોલીસ ધ્યાન રાખે એટલું જ ગૃહ મંત્રીએ મીડિયા સામે કહ્યું.

રાત્રે 12 પછી લાઉસ્પીકર વગાડવું એ નિયમ વિરુદ્ધ જ ગણાય

શેરી મહોલ્લા માં રહેતા લોકો ને મુશ્કેલી પડે એમ હોય તો પોલીસ લઇ શકે છે એક્શન

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : નવરાત્રીને લઈને ગુજરાતભરના માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબા ઘૂમી રહ્યા છે. ગુજરાતના હોટ ફેવરિટ ફેસ્ટિવલ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ગુજરાતીઓમાં પણ અનેરો રંગ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રાત્રે 12 વાગ્યા પછી પોલીસ ગરબા બંધ કરાવવા નહિ જાય એવી ગૃહ વિભાગ દ્વારા મૌખિક સૂચનાના સમાચારો વહેતા થયા છે.

પરંતુ હકીકત એ છે કે વાયરલ મીડિયા વિડિયો માં ક્યાંય ગૃહ મંત્રી એ એવો ઉલ્લેખ નથી કર્યો કે પોલીસ રાત્રે 12 વાગ્યા પછી ગરબા બંધ કરવા નહિ જાય.ગૃહ મંત્રી હર્ષ સંઘવી એવું કહેતા જણાય છે કે ખેલૈયાઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે મોડે સુધી ગરબા રમવામાં એનું પોલીસ ધ્યાન રાખશે. એનો અર્થ એવો તો નથી જ કે પોલીસ કમિશ્નર ના પરિપત્ર નું ઉલ્લંઘન કરવું. બીજું કે સામાન્ય શેરીઓમાં રહેતા શ્રમજીવી લોકો સવારે વહેલા ઊઠીને પોતાના કામ ધંધાર્થી જવાનું હોય છે.ઉપરાંત વિદ્યાર્થીઓને શાળાએ ટ્યુશન એ જવાનું હોય છે તેમજ કેટલાક બીમાર લોકો માટે પણ રાત્રે 12 વાગ્યા પછી ડીજેના ઊંચા અવાજો અસહ્ય બનતા હોય છે.ત્યારે હર્ષ સંઘવીના વિધાનોનું ખોટું અર્થઘટન કરવું અને રાત્રે 12 પછી ઊંચા અવાજે ડીજે વગાડવું એ નિયમ વિરુદ્ધ ગણી શકાય.