બ્રશ કર્યા વગર ચા પીવાની ટેવ હોય તો સાવધાન, આ ગંભીર બીમારી જીવન બર્બાદ કરી દેશે

બ્રશ કર્યા વગર ચા પીવાની ટેવ હોય તો સાવધાન, આ ગંભીર બીમારી જીવન બર્બાદ કરી દેશે

Mnf network:  બદલાતી દુનિયા સાથે લોકો અવનવા શોખ કરી રહ્યા છે. છે. જેમાં કેટલાક લોકોને સવારે પથારીમાંથી ઊભા થઈને તરત ચા પીવાનો શોખ કરી રહ્યા છે. જેવી આંખ ખુલે કે તેઓ ચા પીવા દોડી જાય છે. બ્રશ કરવાની પણ દરકાર લેતા નથી. પરંતુ આ આદત શરીરને ભારે નુકસાન પહોંચાડે છે.

જો દાંતને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો બેક્ટેરિયલા ઈન્ફેક્શન થવાની શક્યતા રહે છે. તેનાથી પેઢાને નુકસાન થઈ શકે છે. પેઢાની લાલાશ અને દાંતનો સડો તેના લક્ષણો છે. આ એક નાનકડી વાત લાગે છે. પરંતુ, તે શરીરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

ડો. વિક્રમે જણાવ્યું કે જો ઓરલ હાઈજીન યોગ્ય ન હોય તો દાંત પર બેક્ટેરિયા જમા થાય છે. જો તમે સવારે દાંત સાફ કર્યા વગર ચા કે અન્ય કોઈ વસ્તુ લો છો તો આ બેક્ટેરિયા આપણા શરીરની અંદર જાય છે. આ બેક્ટેરિયા ધીમે ધીમે આપણા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. તે હૃદયના વાલ્વને બ્લોક કરે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આ સાથે ફેફસાંને પણ નુકસાન થાય છે. સાથોસાથ બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે.